Increasing News

વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, બનાસકાંઠાના એક પણ ડેમમાં પાણી જ નથી
જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે તો એકબાજુ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની સ્થિતિ તળિયાં ઝાટક હોવાથી પાણી મળવાની કોઈ આશા ન હોવાથી વરસાદ વગર ખેડૂતોના પાક સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાનની સરહદે આવેલો બનાસકાંઠો જિલ્લો હંમેશા પાણીની તકલીફથી ઝુઝી રહ્યો છે. જોકે નર્મદાની નહેર આવતા સરહદી વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા થોડે અંશે ઓછી થઈ હતી. જોકે બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને વાવેતર કર્યું હતું. જોકે વાવણી કરાયા બાદ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.
Jul 3,2021, 21:22 PM IST

Trending news