Hostage guard News

AHMEDABAD માં ચાંદખેડા પોલીસ સુતી રહી અને ચોર મંદિરમાં કળા કરી ગયા,ગાર્ડને બંધક
શહેરના ચાંદખેડામાં સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને ધાડપાડુ ગેંગે મંદિરમાં લૂંટ ચલાવી ફરાર થયા છે. દોઢેક કલાક ગાર્ડને બાંધી રાખી ધાડ પાડી ગેંગના શખ્સો રાતના અંધારામાં ગૂમ થયા. જો કે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરી, લૂંટ, હત્યા, મારમારી જેવી અનેક ગુનાહિત ઘટનાએ માઝા મુકી છે. તો બીજી તરફ પ્રજાના જાનમાલની સુરક્ષા કરતી પોલીસ લો એન્ડ ઓર્ડર જાણવી રાખવામાં નિષ્ફળ સાબીત થઇ હોય તેવુ લાગી રહ્યુ છે. ચાંદખેડામાં આવેલા એક શિવ મંદિરમાં ધાડપાડુ ગેંગે એક સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને લૂંટ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચારમચી ગઇ છે. ફિલ્મી સ્ટાઇલથી ધાડપાડુ આવ્યા હતા અને સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવી દીધો હતો. સીક્યુરીટી તરીકે ફરજ બજાવતા આશુતોષ શુક્લે આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 
Jul 30,2021, 21:15 PM IST

Trending news