Habit of congress News

મારા રાજમાં કોંગ્રેસી ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ, ખરીદ વેચાણ કોંગ્રેસની ટેવ
  ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે કરજણની મુલાકાતે છે. જ્યાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદ્યા છે? તેવા સવાલના જવાબમાં સી.આર પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસ પાસે બીજો કોઇ મુદ્દો નથી તમે ચીમનભાઇ વખતે પણ બધાને ખરીદ્યા, શંકરસિંહવખતે પણ બધાને ખરીદ્યા એટલે ખરીદ વેચાણની સ્થિતી છે અને ટેવ પણ છે, તે કોંગ્રેસની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવ્યા બાદ ફરીથી લોકો સમક્ષ જવું પડશે અને લોકો મેન્ડેટ આપશે તો ફરી ચૂંટાશે. પોતાના પદને જોખમમાં મુકીને પણ લોકહિતમાં કામ માટે પોતાની ફરજ બજાવી છે અને હવે કોંગ્રેસનાં ધારાસભ્યોને લેવામાં આવશે નહી અને લીધા છે, તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસને છોડીને આવ્યા છે. ધારાસભ્યએ પદ છોડ્યું છે અને ભાજપ સાથે જોડાયા બાદ તે ભાજપના કાર્યકર છે. 
Oct 18,2020, 23:15 PM IST

Trending news