Even after completing the rathyatra News

રથયાત્રા પુર્ણ કર્યા છતા પણ ભગવાન નિજ મંદિરમાં નહી પ્રવેશી શકે, આખી રાત ભગવાન રહેશે
145મી રથયાત્રા અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. ત્રણેય રથ શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ છે.
Jul 1,2022, 23:53 PM IST

Trending news