Dahod police News

ટેમ્પામાં ખીચોખીચ બેસીને જઈ રહેલા મુસાફરોને દાહોદ પોલીસે બતાવ્યો સુખડનો હા
હેલ્મેટ (Helmet) પહેરવુ, વાહન સ્પીડમાં ચલાવવું, PUC ન હોવી, એચએસઆરપી (HSRP) નંબર પ્લેટ ન હોવી, ચાલુ ગાડીએ મોબાઈલ (Mobile)પર વાત કરવી... ટ્રાફિક (Traffic)ના માત્ર આટલા જ નિયમો નથી. આ તો એ નિયમો છે જે આપણા મોઢે ચઢેલા છે. પણ એ સિવાય પણ કેટલાક નિયમો એવા છે જે જીવલેણ છે. ટુ વ્હીલર પર ત્રિપલ સવારી જવી ગુનો છે, તો ચાર પૈડાના વાહનોમાં ખીચોખીચ ભરાઈને જવુ પણ ટ્રાફિકના કાયદા (Traffic Rules)ના મતે મોટો ગુનો છે. આજે પણ ગામડાઓમાં વસતા લોકો ટ્રેક્ટર, ટ્રક, ટેમ્પો વગેરેમાં ખીચોખીચ ભરીને જતા હોય છે. ત્યારે હવે ખીચોખીચ ભરીને જનારાઓ પર પણ ટ્રાફિકના નિયમો (Motor Vehicle Act 2019) લાગુ પડશે. દાહોદ (Dahod) જિલ્લામાં ટ્રાફિક નિયમનનો અમલ કરાવા લીમડી પોલીસે (Police) નવો કીમિયો અપનાવ્યો છે. 
Sep 16,2019, 15:56 PM IST

Trending news