Biker teased News

મોર્નિંગ વોક પર નિકળેલી યુવતીના તંગ કપડા જોઇને યુવકે મારી ટપલી અને પછી...
જોધપુરમાં  બિલ્ડરની આર્કિટેક્ટ પુત્રીની છેડતી કરનાર ફૂડ ડિલીવરી બોયને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે 70 સીસીટીવી તપાસ્યા બાદ આરોપી પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે આરોપી ડિસ્કવરી પચનામું કરી વધુ તપાસ શરૂ કરી. સેટેલાઈટમાં ઈવનિંગ વોકમાં નીકળેલી યુવતી બંધન પાર્ટી પ્લોટ પહોંચી હતી. તે સમયે આવેલા એક્ટિવા ચાલક યુવતીને પાછળ સ્પર્શ કરી ચિચિયારી પાડતો ફરાર થઈ ગયો હતો. જે મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસને આરોપીની કોઈ ભાળ મળતી ન હતી. જો કે આનંદનગર પોલીસે ગુના ભેદ ઉકેલવા લગભગ 70 થી વધુ સીસીટીવી તપાસી ચેક કરતા એક કડી મળી અને તેના આધારે યુવતી છેડતી કરનાર ઝડપાઇ ગયો.
Oct 22,2020, 22:06 PM IST

Trending news