40 glorious years News

કારગિલ યુદ્ધનાં 'હીરો' કાલે અંતિમ વખત દેખાડશે દમ, દશકો સુધી સિમાડા સાચવ્યા
 કારગિલ યુદ્ધમાં મહત્વની ભુમિકા નિભાવનારા ભારીતય વાયુસેના મિગ -27 ફાઇટર પ્લેનની શુક્રવારે અંતિમ ઉડ્યન રહેશે. ગત્ત અનેક દશકોથી મિગ સિરીઝનાં વિમાન ભારતીય વાયુસેનાનાં ગ્રાઉન્ડ એટેક બેડાનું મહત્વનું અંગ રહ્યા છે. ભારતીય વાયુસેનામાં સ્ક્રવોડ્રન 29 એકમાત્ર યુનિટ છે જે મિગ 27નાં અપગ્રેડ વેરિયન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. આ સ્કવોડ્રનનાં વિમાન રાજસ્થાનનાં જોધપુરથી 27 ડિસેમ્બરે પોતાની અંતિમ ઉડ્યન કરશે. મિગ 27 2006નું સર્વોચ્ચ વેરિયન અંતિમ સ્કવોડ્રનમાં અત્યાર સુધી સક્રિય રહ્યું છે. મિગ સીરીઝનાં અન્ય વેરિયન્ટ મિગ-23 BN અને મિગ-23 MF ઉપરાંત વિશુદ્ધ મિગ 27 પહેલાથી જ ભારતીય વાયુસેનામાંથી રિટાયર થઇ ચુક્યા છે. 
Dec 26,2019, 23:11 PM IST

Trending news