લૂંટની ઘટના News

અમદાવાદ: શહેરનાં ધનાઢ્ય વિસ્તારમાંથી ધોલા દિવસે ઘરેણાની લૂંટથી ચકચાર
સેટેલાઇટ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ધટના બની હતી. ગ્રાહકનાં વેશમાં આવેલા બે શખ્સોએ વેપારીને બેભાન કરીને લાખો રૂપિયાનાં સોનાચાંદીનાં દાગીનાં લૂંટી ફરાર થયા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરનાં અંતરે આવેલા રેવતી ટાવરમાં આવેલી આર એસ જ્વેલર્સ નામની દુકાનમાં બપોરનાં સમયે ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા બે શખ્સોએ વેપારીને વીંટી અને ચેન બતાવવાનુ કહી વાતોમાં ભેળવી અજુગતુ પદાર્થ સુંધાળી બેભાન કરી દીધી હતી. દુકાનમાં 1 કિલો 400 ગ્રામ વજનનાં અંદાજે 56 લાખની કિંમતનાં સોનાનાં દાગીનાં લૂંટી ફરાર થઇ ગયા હતા. સેટેલાઇટ પોલીસ તેમજ એસીપી સહિતના અધિકારીઓએ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Jan 27,2020, 23:08 PM IST

Trending news