રોબર્ટ નર્સ News

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરશે રોબર્ટ નર્સ, સમયે ભોજન અને દવા પણ
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ફ્રન્ટલાઇન વોરિયર ડોક્ટર્સ અને નર્સ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. કેટલોક સ્ટાફ કોરોના વોર્ડમાં કામગીરી કરવા દરમિયાન સતત ગભરાયેલા પણ રહે છે. જો કે હવે તેમનો ડર દુર થાય તેવા એક સારા સમાચાર આવ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હવે રોબર્ટ નર્સને કાર્યરત કરવામાં આવી છે. આ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું કે, શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાર રોબર્ટ નર્સ ફાળવવામાં આવી છે. એલ એન્ડ ટી કંપની દ્વારા 10 લાખના ખર્ચે નિર્મિત રોબર્ટ નર્સ સંપુર્ણ સ્વદેશી બનાવટ છે. તે હોસ્પિટલમાં દર્દીઓ સાથે ન માત્ર આત્મીય વર્તન પરંતુ તેમને દવા આપવા માટે સુપ્રશિક્ષિત છે.
Sep 4,2020, 22:06 PM IST

Trending news