રેપ સોંગ News

મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ રેપ સોંગ બનાવ્યું, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
સુરતના એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તૈયાર કરાયેલા વિડીયો રેપ સોંગમાં હર્ષ સંઘવી રાહુલ ગાંધીને 'નાદાન શહઝાદા' કહેતા જોવા મળે છે સાથે જ જનતાને ભાજપને વોટ કરી કોંગ્રેસનો સર્વનાશ કરવાની અપીલ કરી રહ્યા છે. રેપ સોંગ બાબતે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 'મેં મારા ટ્વીટર પર સોંગ શેર કર્યું છે અને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હજી તો આ પહેલો ભાગ છે અન્ય 5 ભાગ પણ ટૂંક જમાં રજૂ કરીશ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બારડોલી લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે 'હાર જોઈ ગયેલી ભાજપ નીચલી કક્ષાએ ઉતરી આવી છે જેથી ભાજપના લોકો બેફામ વાણી વિલાસ અને શરમજનક હરકતો કરી રહ્યાં છે.
Apr 15,2019, 9:05 AM IST

Trending news