માસ્ક બનાવતું મશીન News

રાજકોટની એક કંપનીએ 20 દિવસમાં N-95 માસ્ક બનાવતું મશીન બનાવ્યું, રોજનાં 25 હજાર માસ્ક
કોરોના નામની મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. હાલના સમયમાં માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે. વર્તમાન સમય જોતા આગામી સમયમાં પણ માસ્ક પહરેવું ફરજીયાત બની જાય તો પણ નવાઈ નહિ. ત્યારે રાજકોટની એક કંપનીએ એન-૯૫ માસ્ક બનાવવાનું  અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે. રાજકોટની ભાગોળે મેટોડા નજીક ખીરસરા ગામથી આગળ આણંદપર ખાતે આવેલ એક કંપનીએ એન-૯૫ માસ્ક બનાવવાનું ફુલ્લી ઓટોમેટિક મશીન માત્ર 20 દિવસમાં બનાવવામાં આવ્યું હતું. એન-૯૫ માસ્કનું ફુલ્લી ઓટોમેટિક મશીન એન્જિનિયરો તથા ઈલેકટ્રોનિક સોફટવેર ડેવલપમેન્ટના એન્જિનિયરો, ઉચ્ચ પ્રોડકશન ફેસેલીટી તેમજ ૧૫૦થી પણ વધારે માણસોની ટીમે દિવસ- રાત કામ કરી મશીનના નિર્માણનું લક્ષ્ય માત્ર ૨૦ દિવસમાં સફળતાથી પાર પાડ્યુ છે.
May 2,2020, 20:53 PM IST

Trending news