તલવારબાજી News

Video : ભાજપા નેતા સ્મૃતિ ઈરાનીએ બંને હાથમાં ખુલ્લી તલવાર સાથે કર્યા કરતબ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smiriti Irani) આજે ભાવનગરના મહેમાન બન્યા હતા. ત્યારે એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢીને તેઓએ તલવારબાજી (Dance with Sword) કરી હતી. તલવારબાજી કરીને કેન્દ્રીય મંત્રીએ અનોખું શૌર્ય બતાવ્યું હતું. ભાવનગર (Bhavnagar) માં સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા ખાતે મૂર્તિ પ્રતિસ્થા મહોત્સવ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મુખ્ય મહેમાન બન્યા હતા. ત્યારે તેઓએ બધાના આશ્ચર્ય વચ્ચે તલવારરાસમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગુરુકુળની વિદ્યાર્થીનીઓ તલવારબાજી કરી રહી હતી, ત્યારે સ્મૃતિ ઈરાની વિદ્યાર્થીનીઓ સાથે જોડાઈ ગયા હતા. તેઓએ બન્ને હાથમાં ખુલ્લી તલવારો લઈને તલવારબાજી કરી હતી. 
Nov 15,2019, 15:29 PM IST

Trending news