ગુજરાતીઓ ફસાયા News

કોરોનાને કારણે ફિલીપાઈન્સ જલ્દી જ થશે લોકડાઉન, ફસાયા છે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ
સૌથી વધુ ગુજરાતીઓ વિશ્વભરમાં ટ્રાવેલ કરતા હોય છે. અભ્યાસથી લઈને વેપારધંધા માટે ગુજરાતીઓ વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા છે. ત્યારે હાલ હજ્જારો જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ વિશ્વના અનેક દેશોમાં ભણી રહ્યાં છે. આવામાં કોરોનાને કારણે આ વિદ્યાર્થીઓ વિદેશમાં ફસાયા છે. ચીનમાં રહેતા અનેક વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા એરલિફ્ટ કરાયા હતા. પરંતુ ફિલીપાઈન્સ (phillipines) માં 200થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. કોરોના વાયરસ (Corona Virus) ના હાહાકારને પગલે ફિલીપાઈન્સ સરકારે અન્ય દેશોના લોકોને 19મી માર્ચના રાતના 12 વાગ્યા સુધી દેશ છોડી જવાની પરવાનગી આપી છે. ત્યારબાદ ફિલીપાઈન્સના પાટનગર મનીલાને લોક ડાઉન કરવામાં આવશે. ત્યારે હાલ 200 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. 
Mar 18,2020, 15:11 PM IST
કોરોના વાયરસને કારણે ઈરાનમાં ફસાયેલા અસંખ્ય ગુજરાતીઓને કોણ છોડાવશે?
કેવડિયા ખાતે ઇન્ડિયા આઇડિયાઝ કોન્ક્લેવની શરૂઆત થઇ ચૂકી છે. આ કોન્કલેવમાં દેશભરથી વિવિધ મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. અસમના મુખ્યમંત્રી સરબાનંદ સોનેવાલ કેવડિયા પહોંચ્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને સરદાર પટેલની પ્રતિમાને વંદન કર્યાં હતા. તો અન્ય સમાચારમાં જુઓ, કોરોના વાયરસના કારણે 300થી વધુ ભારતીયો ઈરાનમાં ફસાઈ ગયા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયો મોટા ભાગના તમિલનાડુ અને ગુજરાતના છે. વલસાડના લોકો ફસાયેલા હોવાથી હાલ ઉમરગામ તાલુકાના માછીમાર પરિવારોમાં હાલે ચિંતાનો માહોલ છવાયો છે. ફસાયેલા લોકોના પરિવારે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે પોતાના પરિજનને હેમખેમ માદરે વતન લાવવા માગ કરી છે. ઉમરગામમાં દરિયાઈ પટ્ટીના ગામોમાં વસતા માછીમાર સમાજના લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેમના પરિજનો હાલ વોટ્સએપથી ઈરાનમાં તેમના સગા સંબંધીઓ સાથે સંપર્કમાં તો છે પરંતુ ઈરાનમાં ફસાયેલા તેમના સ્વજનની વિકટ પરિસ્થિતિના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Feb 29,2020, 10:00 AM IST

Trending news