ઋષિ કપૂરનું નિધન News

આખરે બોલિવૂડના દિગ્ગજ અભિનેતાની અધૂરી રહી ગઈ આ ઈચ્છા...
બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ આજે એટલે કે 30મી એપ્રિલના રોજ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક ખરાબ સમાચાર આવ્યાં. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કરી અને અનંતની યાત્રાએ નિકળી પડ્યાં. સમગ્ર દેશ આ સમાચારથી આઘાતમાં છે. 70ના દાયકાના શાનદાર અભિનેતા ઋષિ કપૂર આ દુનિયા છોડીને જતા રહ્યાં. સપ્ટેમ્બરમાં કેન્સર જેવી ગંભીર બીમારીનો ઈલાજ કરાવીને ઋષિ કપૂર જ્યારે અમેરિકાથી પાછા ફર્યા તો બધાને લાગ્યું કે તેઓ ઠીક છે. પરંતુ કોને ખબર કે આ સિતારો હવે અસ્ત થવાનો છે. ઋષિ કપૂરે પોતાની કેરિયરમાં અનેક સફળતાઓ મેળવી પરંતુ અંગત જીવનમાં તેમની એક ઈચ્છા અધૂરી રહી ગઈ. સારવાર કરાવીને જ્યારે ઋષિ કપૂર પાછા ફર્યા તો લાગ્યુ હતું કે તેમનું આ અધૂરું સપનું હવે પૂરું થશે. પરંતુ લોકડાઉને આખો ખેલ બગાડી નાખ્યો. ઋષિ કપૂરનું આ સપનું શું હતું તે જાણીએ. 
Apr 30,2020, 13:19 PM IST
ઋષિ કપૂરના નિધન પર PM મોદી, રાહુલ ગાંધી, CM કેજરીવાલ સહિતના નેતાઓએ વ્યક્ત કર્યો શોક
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. તેમણે સવારે 8:45 કલાકે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.  ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. તબિયત લથડતા તેમને મુંબઈની Sir H. N. Reliance Foundation Hospital માં દાખલ કરવામાં આવ્યાં હતાં. મહાનાયક અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધનની ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ઋષિ કપૂર જતા રહ્યાં, હમણા તેમનું નિધન થયું. હું તૂટી ગયો છું. તેમના મોટાભાઈ રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમને મુંબઈની સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના નિધનથી સિનેપ્રેમીઓમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. રાજકીય નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ઋષિ કપૂરને ટેલેન્ટના પાવરહાઉસ ગણાવીને શ્રદ્ધાંજલિ આપી. 
Apr 30,2020, 12:09 PM IST

Trending news