T20 World Cup: રેકોર્ડ સાતમી વખત વિશ્વકપ રમશે ગુપ્ટિલ, ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર

New Zealand squad world t20: 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા શરૂ થનારા આઈસીસી ટી20 વિશ્વકપ માટે ન્યૂઝીલેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડને વિશ્વકપ ટીમમાં બે નવા ખેલાડીઓની એન્ટ્રી થઈ છે. 

T20 World Cup: રેકોર્ડ સાતમી વખત વિશ્વકપ રમશે ગુપ્ટિલ, ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડે કેન વિલિયમસનની આગેવાનીમાં મંગળવારે ટી20 વિશ્વકપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે, જેમાં દિગ્ગજ બેટર માર્ટિન ગુપ્ટિલ પણ સામેલ છે, જે રેકોર્ડ સાતમી વખત આ ટૂર્નામેન્ટમાં રમશે. ટી20 વિશ્વકપ 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં રમાશે. ન્યૂઝીલેન્ડે પાછલા વર્ષે ટી20 વિશ્વકપમાં રમનારી ટીમમાં ત્રણ ફેરફાર કર્યાં છે, પરંતુ 35 વર્ષીય ગુપ્ટિલ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. 

ફિન એલન અને માઇકલ બ્રેસવેલ પ્રથમવાર સીનિયર વિશ્વકપમાં ભાગ લેશે. આ બંને ખેલાડીઓ અને લોકી ફર્ગ્યૂસનને કાઇલ જેમીસન, ટોડ એસ્ટલ અને ટિમ સેઇફર્ટની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યા છે. હાલમાં સેન્ટ્રલ કોન્સ્ટ્રાક્ટનો અસ્વીકાર કરનારા ટ્રેન્ટ બોલ્ટ અને જિમી નીશામને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

— BLACKCAPS (@BLACKCAPS) September 19, 2022

વિલિયમસન ત્રીજીવાર આઈસીસી ટી20 વિશ્વકપમાં ટીમની કમાન સંભાળશે. ન્યૂઝીલેન્ડ ટી20 વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ 22 ઓક્ટોબરે યજમાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં રમશે. 

ટી20 વિશ્વકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રકારે છે
કેન વિલિયમસન (કેપ્ટન), ટિમ સાઉદી, ઈશ સોઢી, મિશેલ સેન્ટનર, ગ્લેન ફિલિપ્સ, જિમી નીશામ, ડેરિલ મિશેલ, એડન મિલ્ને, માર્ટિન ગુપ્ટિલ, લોકી ફર્ગ્યૂસન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, માઇકલ બ્રેસવેલ, ટ્રેન્ટ બોલ્ટ, ફિન એલન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news