વિશ્વકપ સેમિફાઇનલમાં ધોની આઉટ થયો તો હું રડવા લાગ્યો હતો, આ ખેલાડીએ કર્યો ખુલાસો
ચહલ (Yuzvendra Chahal)એ એક ટીવી કાર્યક્રમ દરમિયાન વિશ્વકપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે થયેલી હાર વિશે વાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ world cup 2019 India vs New Zealand: વિશ્વ કપ સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયા (Team India)ની હાર બાદ ભારતીય ક્રિકેટ ફેન્સનું દિલ તૂટી ગયું હતું. પરંતુ આ મેચમાં રવીન્દ્ર જાડેજા અને એમએસ ધોનીએ એક સમયે આશા જરૂર જગાવી પરંતુ જાડેજા આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ તમામ જવાબદારી ધોની પર હતી, પરંતુ જ્યારે તે આઉટ થયો તો કરોડો ભારતીયોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાઇ ગયું હતું. ધોની આઉટ થયા બાદ ટીમના ખેલાડીઓ સહિત દેશમાં નિરાશાનો માહોલ છવાઈ ગયો હતો. હવે ટીમના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે ખુલાસો કર્યો છે કે વિશ્વ કપ 2019ની સેમિફાઇનલમાં ધોની જ્યારે આઉટ થયો તો હું ભાવુક થઈ ગયો હતો. ચહલને વિશ્વતકપમાં રમવાની તક મળી હતી અને તેણે 9 મેચોમાં કુલ 12 વિકેટ ઝડપી હતી.
ચહલ (Yuzvendra Chahal)એ એક ટીવી કાર્યક્રમ દરમિયાન વિશ્વકપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે થયેલી હાર વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, જ્યારે ધોની આઉટ થઈ ગયો અને તે બેટિંગ માટે જઈ રહ્યો હતો ત્યારે તેના માટે પોતાની ભાવનાઓ પર કાબુ કરવો મુશ્કેલ લાગી રહ્યું હતું. આ એવો સમય હતો જે બધા માટે ખરાબ હતો. અમે વિશ્વકપમાં સતત બધી મેચોમાં સારૂ રમ્યા અને અચાનક અમારે બહાર થવું પડ્યું હતું.
ચહલે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, હું દેશ માટે આગામી પાંચ-છ વર્ષ સુધી રમવા ઈચ્છુ છું. મારી આ ઈચ્છા છે કે હું ઓછામાં ઓછો એક વિશ્વકપ જીતી શકું. ચહલે કહ્યું કે, તેનું ધ્યાન સંપૂર્ણ રીતે આગામી ટી20 વિશ્વકપ પર છે. ચહલ આ સમયે ટીમ ઈન્ડિયામાથી બહાર ચાલી રહ્યો છે અને વિશ્વકપ બાદથી તે ટીમ ઈન્ડિયાનો સભ્ય નથી. ચહલે કહ્યું કે, અમે ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર સિરીઝમાં જીત મેળવી છે તેવામાં અમે આાગમી ટી20 વિશ્વકપ જીતી શકીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે