ટીમ બસમાં હજુ પણ ખાલી રહે છે ધોનીની સીટઃ ચહલ ટીવી પર યુજવેન્દ્ર

ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ આ વીડિઓના અંતમાં ટીમ બસની તે સીટ પર જાય છે, જ્યાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની બેસતા હતા. ચહલ ટીમની તરફ ઇશારો કરતા કહે છે- આ સીટ જ્યાં લેજન્ડ બેસતા હતા, માહી ભાઈ. 

ટીમ બસમાં હજુ પણ ખાલી રહે છે ધોનીની સીટઃ ચહલ ટીવી પર યુજવેન્દ્ર

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયામાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ કોણ ફીટ બેસસે, તેને લઈને ચર્ચાઓ ચાલતી રહે છે પરંતુ ટીમ બસમાં તેમની સીટ હજુ ખાલી રહે છે. ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલનો એક વીડિઓ બીસીસીઆઈએ શેર કર્યો છે, જેમાં આ સ્પિનરે દેખાડ્યું કે, આ સીટ પર કોઈ બેસતું નથી, જેના પર ધોની સફર કરતા હતા. 

બીસીસીઆઈના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ બસમાં બેસીને ઓકલેન્ડથી હેમિલ્ટન જઈ રહી છે. ઓકલેન્ડમાં ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની શરૂઆતી બંન્ને ટી20 મેચ જીતી અને હવે તેનો મુકાબલો હેમિલ્ટનમાં થવાનો છે. 

ચહલ આ વીડિઓના અંતમાં તે સીટ પર જાય છે, જ્યાં એમએસ ધોની બેસતા હતા. ચહલ સીટ તરફ ઈશારો કરી કહે છે, 'અહીં એક લેજન્ડ બેસતા હતા, માહી ભાઈ (મહેન્દ્ર સિંહ ધોની), હવે અહીં કોઈ બેસતું નથી. અમે તેને ખુબ મિસ કરીએ છીએ.'

આ પહેલા તે મજાકભર્યા અંદાજમાં કહે છે, 'તેઓ (એમએસ ધોની) ક્યારેય ચહલ ટીવી પર નથી આવ્યા, તે આવવા ઈચ્છતા હતા, તડપતા હતા, પરંતુ અમે તેમને કહ્યું નહીં ભૈયા, હજુ નહીં.'

— BCCI (@BCCI) January 27, 2020

જુલાઈ-2019માં રમી હતી અંતિમ મેચ
ઈંગ્લેન્ડમાં પાછલા વર્ષે જુલાઈમાં રમાયેલા આઈસીસી વિશ્વકપની સેમિફાઇનલમાં ધોની છેલ્લે બ્લૂ જર્સીમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ 38 વર્ષીય ધોનીએ કોઈ મેચ રમી નથી. તેઓ વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકા વિરુદ્ધ સિરીઝમાં પણ ન રમ્યો. તેઓ વિજય હજારે ટ્રોફી અને બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝમાં પણ બહાર રહ્યો હતો. નવા વર્ષમાં પણ ભારતે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની યજમાની કરી પરંતુ ધોની તે સિરીઝમાં પણ ન જોવા મળ્યો. તે ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલી 5 મેચોની ટી20 સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news