Yuvraj Singh: વિશ્વકપ પહેલા યુવરાજ સિંહે ટીમ ઈન્ડિયાને કરી સાવધાન! આપ્યો જીતનો ગુરૂમંત્ર

World Cup 2023: વિશ્વકપ 2023ની શરૂઆતી પહેલા ભારતને વિશ્વકપમાં ચેમ્પિયન બનાવનાર અને 2011ના વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા યુવરાજ સિંહે મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટ જીતવાનો ગુરૂમંત્ર આપ્યો છે.

Yuvraj Singh: વિશ્વકપ પહેલા યુવરાજ સિંહે ટીમ ઈન્ડિયાને કરી સાવધાન! આપ્યો જીતનો ગુરૂમંત્ર

નવી દિલ્હીઃ Yuvraj Singh On World Cup 2023: ઘરઆંગણે ભારતને વિશ્વકપ-2011માં ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર યુવરાજ સિંહનું માનવું છે કે વર્તમાન ટીમના પ્રત્યેક સભ્યએ આગામી 2023 વિશ્વકપ જીતવા માટે દબાવને સંભાળવો પડશે. પોતાના શરીર પર દાવ લગાવવો પડશે અને પોતાનું બધુ આપવું પડશે. નોંધનીય છે કે ભારતે છેલ્લા 10 વર્ષમાં આઈસીસીની કોઈ ટ્રોફી જીતી નથી. ટીમ ઈન્ડિયા છેલ્લે વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતી હતી. 

યુવરાજ સિંહે ટીમ ઈન્ડિયાને કરી સાવચેત!
યુવરાજે આઈએએનએસની સાથે વાતચીતમાં કહ્યું- આપણે આઈસીસી ટ્રોફી જીતી તેને લાંબો સમય થઈ ગયો છે. આપણે બે ફાઈનલ (2021 અને 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) રમી અને મને લાગે છે કે આ ટીમના કેટલાક પ્લેયર્સ માટે છેલ્લો વિશ્વકપ હોઈ શકે છે. આ વિશ્વકપ જીતવા માટે દરેકે પોતાનું શરીર દાવ પર લગાવવુ પડશે અને તમામ તાકાત લગાવવી પડશે. ફોર્મેટ અલગ છે અને જો તમે સેમીફાઈનલમાં પહોંચો છો તો સીધો મોટી મેચના દબાવનો સામનો કરવો પડશે. તેથી મને લાગે છે કે આ દબાવનો સામનો કરવા વિશે પણ છે. 

ભારત માટે ખતરો બનશે આ ટીમો
1983 અને 2011ની ચેમ્પિયન ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરશે. યુવરાજે આગળ કહ્યું કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વિશ્વકપમાં ભારતને ટક્કર આપી શકે છે. તેણે કહ્યું- ઓસ્ટ્રેલિયા હંમેશાથી એક મજબૂત ટીમ રહી છે અને આ પહેલા ઘણા ટાઇટલ જીત્યા છે. તેની પાસે દબાણવાળી મેચ જીતવાની ક્ષમતા છે. મને લાગે છે કે ન્યૂઝીલેન્ડ એક સારી ટીમ છે. જ્યારે ઈંગ્લેન્ડ વનડેની મજબૂત ટીમ છે તો આફ્રિકા સારૂ પ્રદર્શન કરી રહી છે.

બોલરોએ આપવું પડશે મહત્વનું યોગદાન
યુવરાજનું માનવુ છે કે મેચ જીતાડવામાં બોલરોની નિર્ણાયક ભૂમિકા હશે અને આશા છે કે વચ્ચેની ઓવરોમાં સ્પિનર મહત્વની ભૂમિકા ભજવશે. સાથે તેણે કહ્યું કે ટૂર્નામેન્ટ દરમિયાન ઝાકળની ભૂમિકા મહત્વની રહેશે. તેણે કહ્યું- મોટા ભાગની મેચ બપોરે શરૂ થશે. ભારતમાં મોટા ભાગની વિકેટ એવી હોય છે, જેના પર ખુબ રન બને છે. નવેમ્બરમાં હવામાન બદલાય છે. કેટલીક મેચમાં સ્વિંગ થઈ શકે છે, જ્યારે સાંજે ઝાકળનો પ્રભાવ આવી શકે છે. આ સિવાય કેટલીક વિકેટ જોવા મળી શકે છે કે બોલ સ્પિન કરશે. મને હંમેશા લાગે છે કે સ્પિનર એવા બોલર છે, જેનું મીડલ ઓવરમાં ખુબ મહત્વ છે. મને લાગે છે કે ભારત પાસે ખરેખર 10 વિકેટ લેનાર બોલર છે. વિશ્વકપમાં બોલરો તમને મોટા ભાગની મેચમાં વિજયી બનાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news