રાજકોટમાં જયસ્વાલની જમાવટ! ટેસ્ટમાં ફટકારી સતત બીજી બેવડી સદી, ભારતની લીડ 500 રનને પાર

Yashasvi Jaiswal: યશસ્વીએ સતત બીજી ડબલ સેન્ચુરી ફટકારીને પોતાના નામે અનોખો કિર્તીમાન પ્રસ્થાપિત કરી દીધો છે. આ સાથે ભારતની લીડ 500 રનને પાર પહોંચી ગઈ છે. 

રાજકોટમાં જયસ્વાલની જમાવટ! ટેસ્ટમાં ફટકારી સતત બીજી બેવડી સદી, ભારતની લીડ 500 રનને પાર

Yashasvi Jaiswal: ટીમ ઈન્ડિયાને મળી ગયો છે વિસ્ફોટક ઓપનર. જે ફટકારી રહ્યો છે સદી પર સદી. આજે રાજકોટમાં ફરી આ ખેલાડીના નામનું આવ્યું વાવાઝોડું અને વિધ્નંસ થઈ ગયા અનેક રેકોર્ડ. અહીં વાત થઈ રહી છે. યશ કિર્તીઓથી ભરેલાં યશસ્વી જયસ્વાલની. રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં જયસ્વાલની જય જય કાર થઈ ગઈ છે.

યશસ્વીએ સતત બીજી ડબલ સેન્ચુરી ફટકારીને પોતાના નામે અનોખો કિર્તીમાન પ્રસ્થાપિત કરી દીધો છે. આ સાથે ભારતની લીડ 500 રનને પાર પહોંચી ગઈ છે. યશસ્વી જયસ્વાલે રેહાન અહેમદ સામે સિંગલ ફટકારીને ભારતના સ્કોરને 374 રન સુધી પહોંચાડ્યો હતો. આ સાથે ટીમે 500 રનની લીડ મેળવી હતી. ભારતને પ્રથમ દાવમાં 126 રનની લીડ મળી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. નિરંજન શાહ સ્ટેડિયમમાં પ્રથમ દાવમાં ભારતે 445 રન અને ઇંગ્લેન્ડે 319 રન બનાવ્યા હતા. હાલમાં ચોથા દિવસે બીજો સેશન ચાલુ છે. ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન ક્રિઝ પર છે. જયસ્વાલે સતત બીજી મેચમાં ડબલ સેન્ચુરી ફટકારી છે. તેણે બીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં પણ ડબલ સેન્ચુરી ફટકારી હતી. સરફરાઝે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સતત બીજી અડધી સદી ફટકારી છે. શુભમન ગિલ 91 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ રવિવારે તેની બીજી ઇનિંગ 196/2ના સ્કોર સાથે આગળ વધારી હતી.

યશસ્વીએ એન્ડરસને સતત 3 છગ્ગા ફટકાર્યા-
યશસ્વી જયસ્વાલે જેમ્સ એન્ડરસનની 12મી ઓવરમાં 3 બોલમાં સતત 3 સિક્સર ફટકારી હતી. યશસ્વીએ ઇનિંગની 85મી ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલને બાઉન્ડરી પાર કર્યો. યશસ્વી તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી ફટકાર્યા બાદ રમી રહ્યો છે. ત્રણેય વખત તેણે 150થી વધુ રન બનાવ્યા હતા.

યશસ્વી બન્યો સિક્સ કિંગઃ
યશસ્વી ટેસ્ટની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર પ્લેયર બન્યો. પોતાવી વિસ્ફોટ બેટિંગથી જયસ્વાલે રાજકોટના મેદાનમાં રીતસરની જમાવટ કરી દીધી. યશસ્વી જયસ્વાલે પોતાની ઇનિંગ્સમાં અત્યાર સુધી 10 સિક્સર ફટકારી છે. આ સાથે તે ટેસ્ટ ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેની પહેલા નવજોત સિંહ સિદ્ધુએ 1994માં શ્રીલંકા સામે 8 સિક્સર ફટકારી હતી. ટેસ્ટની એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર મારવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના વસીમ અકરમના નામે છે. તેણે 1996માં ઝિમ્બાબ્વે સામે 12 સિક્સર ફટકારી હતી.

સરફરાઝે 65 બોલમાં ફિફ્ટી ફટકારી-
રાજકોટમાં ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા સરફરાઝ ખાને સતત બીજી અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ દાવમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં તેણે 65 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news