Yashasvi Jaiswal: મન હોય તો માળવે જવાય! 22 વર્ષની વયે યશસ્વી જયસ્વાલે મુંબઈમાં ખરીદ્યું કરોડોની કિંમતનું ઘર

Yashasvi Jaiswal Apartment: હાલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલુ છે. જેમાં યશસ્વી જયસ્વાલે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. સતત નવા રેકોર્ડ બનાવતો રહે છે. ઉપરાછાપરી તેણે ડબલ સેન્ચ્યુરી મારીને ઈંગ્લિશ ખેલાડીઓની હાલ હવાલ કરી નાખ્યા છે. આ બધા વચ્ચે યશસ્વીએ પોતાની પર્સનલ લાઈફમાં પણ એક મહત્વની એચિવમેન્ટ મેળવી છે.

 Yashasvi Jaiswal: મન હોય તો માળવે જવાય! 22 વર્ષની વયે યશસ્વી જયસ્વાલે મુંબઈમાં ખરીદ્યું કરોડોની કિંમતનું ઘર

Yashasvi Jaiswal Mumbai Apartment: હાલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલુ છે. જેમાં યશસ્વી જયસ્વાલે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. સતત નવા રેકોર્ડ બનાવતો રહે છે. ઉપરાછાપરી તેણે ડબલ સેન્ચ્યુરી મારીને ઈંગ્લિશ ખેલાડીઓની હાલ હવાલ કરી નાખ્યા છે. આ બધા વચ્ચે યશસ્વીએ પોતાની પર્સનલ લાઈફમાં પણ એક મહત્વની એચિવમેન્ટ મેળવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ક્રિકેટર યશસ્વી જયસ્વાલે મુંબઈના બાન્દ્રા ઈસ્ટ વિસ્તારમાં Ten BKC પ્રોજેક્ટમાં 5.38 કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. તેનો આ એપાર્ટમેન્ટ 1110 વર્ગ ફૂટનો  હોવાનું કહેવાય છે. આ એપાર્ટમેન્ટ હાલ અંડરકન્સ્ટ્રક્શન છે. આ ફ્લેટની ડીલ 7 જાન્યુઆરી 2024ના રોજ જયસ્વાલ દ્વારા રજિસ્ટર કરવામાં આવી છે. 

અદાણીના હાથમાં ડીલ
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પ્રોજેક્ટની કમાન અદાણી રિયાલ્ટીના હાથમાં છે જો કે તેમણે આ ડીલ વિશે કશું જ કહેવાનો ઈન્કાર કર્યો છે. આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટની હિસ્ટ્રી પણ કઈ ખાસ રહી નથી. આ પ્રોજેક્ટના ઓરિજિનલ પ્રમોટર રેડિયસ એસ્ટેટ્સે દેવાળું ફૂંકેલુ છે અને ત્યારબાદ અદાણી રિયાલ્ટીએ પછી પોતાના હાથમાં લીધુ. બ્રોકરોનું કહેવું છે કે એપાર્ટમેન્ટ આ વર્ષ સુધીમાં કમ્પ્લિટ થઈ જશે અને ત્યારબાદ હેન્ડઓવર કરી દેવાશે. 

અત્રે જણાવવાનું કે એક સમય એવો પણ હતો કે લોકોને આ એરિયા બહુ પસંદ નહતો. ટેન બીકેસી એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે જેને 2016માં 2 બીએચકે, 3 બીએચકે, અને 4 બીએચકે એપાર્ટમેન્ટ સાથે લોન્ચ કરાયો હતો. જયસ્વાલે 48,000 રૂપિયા પ્રતિ વર્ગફૂટથી વધુ કિંમતે રજિસ્ટ્રેશન કર્યું છે. નોંધનીય છે કે જયસ્વાલ ખુબ ગરીબ પરિવારમાંથી આવે છે. ગરીબીથી અમીરી સુધીની તેની સફર લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. 

યુપીથી આવ્યા હતા મુંબઈ
યશસ્વી જયસ્વાલનું ક્રિકેટર બનવાનું સપનું પૂરું કરવા માટે તેના માતા પિતા ઉત્તર પ્રદેશના બદોહી ગામને છોડીને મુંબઈ આવીને વસ્યા. યશસ્વી જયસ્વાલનું બાળપણ મુંબઈમાં વિત્યું અને આઝાદ મેદાન ખાતે ટેન્ટમાં પણ દિવસો પસાર કર્યા હતા. એક સમય એવો પણ હતો કે તેણે આઝાદ મેદાનમાં પાણીપૂરીવાળાને વેચવામાં મદદ કરતો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news