એકસમયે મુંબઇમાં પાણીપુરી વેચતો આ બેટ્સમેન, વિજય હજારે ટ્રોફીમાં ફટકારી બેવડી સદી
આ ઇનિંગ સાથે 17 વર્ષીય જૈસવાલ લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર નવમા ભારતીય બેટ્સમેન બની ગયા છે. ભારતીય બેટ્સમેન દ્વારા લિસ્ટ-એમાં ફટકારેલી નવમી બેવડીમાંથી પાંચ વનડેમાં ફટકારવામાં આવી છે.
Trending Photos
બેગલુરૂ: મુંબઇના યુવા બેટ્સમેન યશસવી જૈસવાલ બુધવારે પ્રતિષ્ઠિત વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ત્રીજા બેટ્સમેન બની ગયા છે. જૈસવાલે ઝારખંડ વિરૂદ્ધ ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીના ગ્રુપ-એની મેચમાં 203 રનોની દમદાર ઇનિંગ રમી આ કિર્તીમાન સ્થાપિત કર્યો છે. હાલની ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારનાર જૈસવાલ બીજા બેટ્સમેન છે. આ પહેલાં વિકેટકીપર-બેટ્સમેન સંજૂ સૈમસને કેરલ માટે રમતાં ગોવા વિરૂદ્ધ અણનમ 212 રન બનાવીને ઇતિહાસ રચી દીધો હતો. તે વિજય હજારે ટૂર્નમેન્ટની એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
આ ઇનિંગ સાથે 17 વર્ષીય જૈસવાલ લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર નવમા ભારતીય બેટ્સમેન બની ગયા છે. ભારતીય બેટ્સમેન દ્વારા લિસ્ટ-એમાં ફટકારેલી નવમી બેવડીમાંથી પાંચ વનડેમાં ફટકારવામાં આવી છે. લિસ્ટ-એ વનડે મેચમાં રોહિત શર્માના નામે ત્રણ અને વીરેન્દ્વ સહવાગ તથા સચિન તેંડુલકરના નામે એક-એક બેવડી સદી છે. વિજય હજારે ટ્રોફીમાં સૌથી પહેલાં બેવડી સદી ગત સીઝનમાં ઉત્તરાખંડના કર્ણવીર કૌશલે ફટકારી હતી. તેમણે સિક્કિમ વિરૂદ્ધ 202 રનોની ઇનિંગ રમી હતી.
ક્રિકેટર બનવા માટે યૂપીથી મુંબઇ પહોંચ્યો યશસ્વી
યૂપીના યશસ્વી જૈસવાલની કહાણી સંઘર્ષથી ભરેલી છે. તે ક્રિકેટર બનવા માંગતો હતો, પરંતુ ભદોહીમાં નાની દુકાન ચલાવનાર પિતાની પાસે કોચિંગ કરાવવા માટે પૈસા ન હતા. ત્યારબાદ યશસ્વી 10-11 વર્ષની ઉંમરમાં મુંબઇ આવી ગયો, જ્યાં તેમના કાકા રહેતા હતા. કાકાની હાલત એવી ખરાબ હતી કે તે તેને કોચિંગ કરાવી શકે. કાકાના કહેવા પર મુસ્લિમ યૂનાઇટેડ ક્લબે યશસ્વીને પોતાના ટેન્ટમાં રહેવાની પરવાનગી આપી દીધી, જ્યાં બીજા કેટલાક બાળકો રહેતા હતા.
એકસમયે પાણીપુરી વેચતો હતો યશસ્વી
યશસ્વી મુસ્લિમ યૂનાઇટેડ ક્લબના ટેન્ટમાં રહેવા લાગ્યો. પિતા ઘરેથી પુત્ર યશસ્વીને થોડા પૈસા મોકલતા હતા, પરંતુ એ પણ પુરતા ન હતા. તેના પર નાના બાળક પાસે બીજો રસ્તો ન હતો. યશસ્વી ક્રિકેટ રમતો અને રમતમાંથી સમય બચાવીને થોડો સમય કામ પણ કરતો હતો. તે રમતમાંથી સમય કાઢીને પાણીપુરી વેચવા લાગ્યો. એકસમયે ફળ પણ વેચતો હતો. તેનાથી તેનું ગુજરાન ચાલતું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે