world cup schedule : ટિકિટ બુક કરાવી લેજો, આ 9 દિવસોએ રમાશે ભારતની મેચ

ICC Cricket World Cup : આવતી કાલથી વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત... નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપની પ્રથમ મેચ... આજે વર્લ્ડ કપની તમામ 10 ટીમના કેપ્ટન અમદાવાદમાં 
 

world cup schedule : ટિકિટ બુક કરાવી લેજો, આ 9 દિવસોએ રમાશે ભારતની મેચ

narendra modi stadium : અમદાવાદમાં વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ક્રિકેટ રસીકોમાં ક્રિકેટ ફીવર હાઈ જોવા મળ્યો છે. આવતી કાલથી વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પહેલીવાર મેચ રમાશે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણને માણવા માટે સૌ કોઈ આતુર છે. ભારતીય ફેન્સને ભારતની મેચ જોવામાં સૌથી વધુ રસ છે. આવામાં ક્યારે ક્યારે ભારતની મેચ રમાશે તેનું શિડ્યુલ પણ આવી ગયું છે. જો તમે ભારતની મેચ જોવા જવાના હોય તો આ તારીખની ટિકિટ બુક કરાવી લેજો, નહિ તો પાછળથી નહિ મળે. 

ભારતની મેચ ક્યારે રમાશે તેની વાત કરીએ તો....

  • 8 ઓક્ટોબરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ
  • 11 ઓક્ટોબરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
  • 19 ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
  • 22 ઓક્ટોબરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
  • 29 ઓક્ટોબરે ભારત અને ઈંગ્લેડ વચ્ચે મેચ
  • 2 નવેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
  • 5 નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ
  • 12 નવેમ્બરે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ

ફાઈનલ મેચ ક્યારે 
આજે વર્લ્ડ કપની તમામ 10 ટીમના કેપ્ટન અમદાવાદમાં આવી ચૂક્યા છે. આજે વર્લ્ડ કપની ટ્રોફી સાથે કેપ્ટનનું ખાસ ફોટોશૂટનું આયોજન કરાયું છે. બપોરે 2:30 કલાકે કેપ્ટન-ડે કાર્યક્રમ યોજાશે. માત્ર એક ફોટોશૂટ જેમાં બુધવારે બપોરે ગ્રાઉન્ડ પર દસે દસ કેપ્ટન હાજર રહેશે અને તેઓને દર્શાવવામાં આવશે, ત્યારબાદ મીડિયા સત્ર થશે જેમાં તેઓ સવાલોનાં જવાબ આપવા તૈયાર રહેશે. જેના બાદ આવતી કાલે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. વન-ડે વર્લ્ડ કપ 2023 માં કુલ 48 મેચ રમાશે. તો 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. તમામ 10 ટીમો કુલ 9-9 મેચ રમશે. ટોપ-4 ટીમ વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચ રમાશે. 15 અને 16 નવેમ્બરે રમાશે બે સેમી ફાઈનલ મેચ રમાશે. 

ભારત અને પાકિસ્તાનની મેચ પર સૌની નજર  
14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. છેલ્લા કેટલાક દિવસોથી આઉટફિલ્ડ પર ઝાકળ પડી રહી છે અને જો જરૂર પડશે તો ગ્રાઉન્ડ સ્ટાફ મેચની સવારે ASPA80 એન્ટી ડ્યૂ સ્પ્રેનો ઉપયોગ કરશે.

વર્લ્ડ કપ માટે ભારતની ટીમ 

  • રોહિત શર્મા, કેપ્ટન
  • વિરાટ કોહલી
  • શુભમન ગીલ
  • શ્રેયસ ઐયર
  • સૂર્યકુમાર યાદવ
  • કે. એલ. રાહુલ
  • હાર્દિક પંડ્યા
  • ઈશાન કિશન
  • રવિન્દ્ર જાડેજા
  • શાર્દુલ ઠાકુર
  • રવિચંદ્ર અશ્વિન
  • જસપ્રિત બુમરાહ
  • કુલદીપ યાદવ
  • મોહમદ શામી
  • મોહમદ સિરાજ

ક્રિકેટ વર્લ્ડ કપની અમદાવાદ ખાતે રમાનાર મેચ માટે પાર્કીંગની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં કુલ ૧૫ પ્લોટ પાર્કીંગ માટે અનામત રખાયું છે. આ જગ્યામાં ૧૫૦૦૦ ટુ વ્હીલર અને ૭૦૦૦ ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવા પાર્કીંગની વ્યવસ્થા છે. જોકે, ટૂ-વ્હીલર માટે રૂપિયા 100 રૂપિયા અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ વસૂલવામાં આવશે. વન ડે મેચ ના કારણે વધારે સમય સુધી વાહન પાર્ક કરવાનુ હોવાથી ચાર્જ બમણો કરી દેવાયો છે. આ માટે Show My Parking નામની એપ્લિકેશન મારફત ઓનલાઈન પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ચાર પ્લોટ ટૂ-વ્હીલર માટે અને ૧૧ પ્લોટ ફોર વ્હીલર માટે ફાળવવામાં આવ્યા છે. ટ્રાફીક પોલીસના સહયોગથી વાહનોનું પાર્કિંગ કરવામાં આવશે. 

તો સાથે જ અમદાવાદમાં વર્લ્ડકપ મેચ વખતે મેટ્રો ટ્રેન રાત્રે 1 વાગ્યા સુધી દોડાવાશે. અમદાવાદમાં યોજાનારી મેચને પગલે રાત્રે 10 વાગ્યા બાદ મેટ્રો સ્ટેશનમાં માત્ર એક્ઝિટ ગેટ ખોલાશે. મુસાફરો માટે પેપર ટિકિટની સુવિધા ઉભી કરાઈ છે, જેથી ક્યાંય મેટ્રો સ્ટેશન પર ટ્રાફિક જામ ન થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news