World Cup 2019: ફાઇનલ મેચમાં અમ્પાયરે ઓવરથ્રો પર 6 રન આપવાનો નિર્ણય ખોટોઃ સાઇમન ટોફેલ
'ફોક્સ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા'એ ટોફેલના હવાલાથી જણાવ્યું, 'આ એક ભૂલ છે.. નિર્ણય લેવામાં ભૂલ થઈ. ઈંગ્લેન્ડને છ રનની જગ્યાએ માત્ર પાંચ રન આપવાના હતા.'
Trending Photos
લંડનઃ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ કપ ફાઇનલમાં લક્ષ્યનો પીછો કરતા સમયે અંતિમ ઓવરમાં યજમાન ટીમને ઓવર-થ્રોના છ રન મળ્યા, પરંતુ પૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર ટાઇમન ટોફેલનું કહેવું છે કે, તે સમયે ઈંગ્લેન્ડને 6ની જગ્યાએ પાંચ રન આપવાના હતા. હકીકતમાં જે બોલની વાત રહી છે તે ઓવરની ચોથો બોલ હતો. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બેટિંગ કરી રહ્યો હતો અને તે શોટ મારીને બે રન ભાગ્યો. બીજો રન લેતા સમયે માર્ટિન ગુપ્ટિલે વિકેટકીપર તરફ થ્રો કર્યો, જે સીધો સ્ટોક્સના બેટ પર લાગ્યો. બોલ તેના બેટ પર લાગીને બાઉન્ડ્રી બહાર ગયો અને અમ્પાયરોએ ઈંગ્લેન્ડને છ રન આપ્યા હતા.
'ફોક્સ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા'એ ટોફેલના હવાલાથી જણાવ્યું, 'આ એક ભૂલ છે.. નિર્ણય લેવામાં ભૂલ થઈ. ઈંગ્લેન્ડને છ રનની જગ્યાએ માત્ર પાંચ રન આપવાના હતા.'
આઈસીસીના નિયમ 19.8 અનુસાર જો ઓવર થ્રો બાદ બોલ બાઉન્ડ્રી બહાર જાય તો, પેનલ્ટી રનમાં બેટ્સમેનો દ્વારા પૂરા કરવામાં આવેલા રન પણ જોડાય છે. જો બેટ્સમેન રન લેવા માટે દોડી રહ્યાં છે, ત્યારે તે જોવામાં આવે છે કે ફીલ્ડરે થ્રો કરવા સમયે બેટ્સમેન ક્રોસ થયા કે નહીં. અને તેને જોતા કુલ રન જોડી ટીમને આપવામાં આવે છે.
ટોફેલ હાલમાં એણસીસીની નિયમ ઉપ-સમિતિનો ભાગ છે જે ક્રિકેટને નિયંત્રિત કરવાના નિયમો બનાવે છે.
તેમણે કહ્યું, 'તે માહોલમાં અમ્પાયરોએ વિચાર્યું કે બેટ્સમેન થ્રો સમયે ક્રોસ કરી ગયા હતા. ચોક્કસપણે ટીવી રિપ્લેમાં કંઇક અલગ દેખાયું. અહીં સમસ્યા છે કે અમ્પાયરોએ સૌથી પહેલા બેટ્સમેનને રન પૂરો કરતા જોવાનું હોય છે અને પછી પોતાનું ધ્યાન ફીલ્ડર પર કેન્દ્રીત કરવાનું હોય છે જે બોલને રોકીને રિલીઝ કરવાનો હોય છે. તમારે જોવાનું હોય છે કે તે સમયે બેટ્સમેન ક્યાં છે.'
ટોફેલે કહ્યું, તે કહેવું યોગ્ય નથી કે તે એક ઘટનાને કારણે મેચનું પરિણામ આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે