World Cup 2019: શેલ્ડન કોટરેલનો અવિશ્વસનીય કેચ, જોતો રહી ગયો સ્મિથ

વિશ્વકપની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ આમને-સામને છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 288 રન બનાવ્યા છે. સ્મિથે આ મેચમાં 73 રન ફટકાર્યા હતા. 

World Cup 2019: શેલ્ડન કોટરેલનો અવિશ્વસનીય કેચ, જોતો રહી ગયો સ્મિથ

નોટિંઘમઃ ઓસ્ટ્રલેયિ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નોટિંઘમમાં ચાલી રહેલા વિશ્વકપની 10મી મેચમાં શેલ્ડન કોટરેલે એક અવિશ્વસનીય કેચ ઝડપી લીધો, જેણે જોયો તે જોતા જ રહી ગયા. ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ પણ ચોંકી ગયો કે શેલ્ડોન કોટરેલ આટલી ફુર્તી, મગજ અને સમજીને કેચ કેમ લઈ શકે છે. 

હકીકતમાં વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર ઓસાને થોમસ 45મી ઓવરમાં ફેંકી રહ્યો હતો. આ ઓવરના પ્રથમ બોલ પર સ્મિથે બાઉન્ડ્રી ફટકારી. ત્યારબાદ સ્મિથે છગ્ગો મારવાનો પ્રયત્ન કર્યો. આ બોલ ફાઇન લેગ બાઉન્ડ્રી તરફ જઈ રહી હતી ત્યારે પોતાની ડાબી બાજુ દોડીને શેલ્ડન બોલ નજીક પહોંચી ગયો. 

Take a bow Sheldon Cottrell, that was incredible! 🤭

Watch: @9Gem

— Wide World of Sports (@wwos) June 6, 2019

કોટરેલે પહેલા એક હાથથી કેચ ઝડપ્યો. તેણે બોલને સારી રીતે પકડી લીધો, પરંતુ તે ફાસ્ટ દોડી રહ્યો હતો અને બાઉન્ડ્રીમાં જતા પહેલા તેણે બોલ હવામાં ઉછાળી દીધો અને પછી ફરીથી મેદાનની અંદર આવીને કેચ કરી લીધો. આ કેચ કર્યા બાદ કોમેન્ટ્રી કરી રહેલા વીવીએસ લક્ષ્મણ, ઇરફાન પઠાણ અને મોહમ્મદ કેફે પણ તેને સલામ કરી હતી. શેલ્ડન વિકેટ ઝડપ્યા બાદ સેલ્યૂટ કરીને ઉજવણી કરતો હોય છે. 

શેલ્ડન કોટરેલના આ કેચની સાથે સ્ટિવ સ્મિથની ઈનિંગ 73 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. સ્મિથે 73 રન બનાવવા માટે 103 બોલનો સામનો કર્યો હતો. જેમાં સાત ચોગ્ગા સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news