World Cup 2019: પાકિસ્તાનને નબળી સમજવાની ભૂલ પડી શકે છે ભારે
World Cup 2019 પાકિસ્તાનની ટીમને હળવાશમાં લેવી કોઈપણ ટીમ માટે મોટી ભૂલ હશે. આ ટીમ કોઈપણ ટીમને ગમે તે સમયે હરાવવાની ક્ષમતા ધરાવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝમાં પાકિસ્તાન ટીમ સતત ચાર મેચ જરૂર હારી, પરંતુ અહીં ધ્યાન આપવાની વાત છે કે તેણે ત્રણવાર 300થી વધુ અને એકવાર 300થી ઓછા ત્રણ રન બનાવ્યા હતા. તેવામાં પાકિસ્તાન ટીમ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં આત્મવિશ્વાસની સાથે ઉતરશે. પાકિસ્તાન ટીમના બંન્ને પક્ષ મજબૂત છે. આ કારણ છે કે ક્રિકેટના જાણકાર તેને વિશ્વ વિજેતા દાવેદારોથી દૂર રાખી રહ્યાં નથી. પાકિસ્તાનની ટીમ શું કરી શકે છે આ તેણે 2017માં ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતીને જણાવ્યું હતું.
નબળી સમજવી પડશે ભારેઃ એક સમય હતો જ્યારે પાકિસ્તાન ટીમનો મજબૂત પક્ષ તેની ફાસ્ટ બોલિંગ હતો, પરંતુ ફખર જમાન, ઇમામ ઉલ હક અને બાબર આઝમે ટોપ ક્રમ સંભાળ્યા બાદ પાકિસ્તાનની બેટિંગ ખૂબ મજબૂત થઈ છે. ફાસ્ટ બોલિંગમાં સોમવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝ જ્યારે ઓલરાઉન્ડરમાં આસિફ અલીને સ્થાન આપ્યું છે. તેવામાં તેનું બોલિંગ આક્રમણ પણ શાનદાર થયું છે. ટીમમાં જો કોઈ નબળાઇ હોય તો તે તેની ફીલ્ડિંગ છે, જે વિશ્વ સ્તરીય નથી.
નંબર 1 : ફખર જમાન
2017ની ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં ભારત વિરુદ્ધ શાનદાર સદી ફટકારીને ટાઇટલ અપાવનાર ફખર જમાન પાકિસ્તાન ટીમ માટે ખૂબ મહત્વનો છે. ઓપનિંગ બેટ્સમેન જમાને 26 વનડે મેચોમાં 51ની એવરેજથી રન બનાવ્યા છે. તેણે પોતાના કરિયરમાં એક બેવડી સદી પણ ફટકારી છે.
નંબર 2 : ઇમામ ઉલ હક
28 વનડેમાં 60ની એવરેજથી રન બનાવનાર ઇમામ ઉલ હકના નામે છ વનડે સદી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડેમાં તેને ઈજા થઈ હતી. પાકિસ્તાન ઈચ્છશે કે તે ઝડપથી ફિટ થઈ જાય.
નંબર 3 : બાબર આઝમ
પાકિસ્તાની દર્શકો માટે બાબર આઝમ તેની ટીમનો વિરાટ કોહલી છે. બાબરે 64 વનડેમાં 51.67ની એવરેજથી રન બનાવ્યા છે, જેમાં નવ સદી સામેલ છે. તે ત્રીજા ક્રમે બેટિંગ કરશે.
નંબર 4 : મોહમ્મદ હાફીઝ
પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝ અનુભવી ખેલાડીઓમાંથી એક છે. તેણે 210 વનડેમાં 11 સદી પટકારી છે અને તે ચોથા ક્રમે બેટિંગ કરવા સિવાય બોલિંગમાં પણ યોગદાન આપે છે.
નંબર 5 : સરફરાઝ અહમદ (કેપ્ટન)
મધ્યમ ક્રમમાં સરફરાઝ સૌથી મહત્વનો બેટ્સમેન છે. આ કેપ્ટન વિકેટકીપિંગ પણ કરે છે. તેની આગેવાનીમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
નંબર 6 : શોએબ મલિક
પાકિસ્તાનના આ સૌથી અનુભવી ખેલાડીએ 284 વનડેમાં 7526 રન બનાવ્યા છે. નવ સદી ફટકારનાર શોએબ વિશ્વકપમાં ફિનિશરની ભૂમિકામાં હશે. તે બોલિંગમાં પણ યોગદાન આપી શકે છે.
નંબર 7 : આસિફ અલી
આસિફની પાસે 16 વનડેનો અનુભવ છે, પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં તેના પ્રદર્શનને જોતા વિશ્વકપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અલી નિચલા ક્રમમાં ઘણો ઉપયોગી છે.
નંબર 8 : ઇમાદ વસીમ
પાકિસ્તાનના યુવા ઓલરાઉન્ડર ઇમાદે 46 વનડેમાં પાંચ અડધી સદીની સાથે 39 વિકેટ ઝડપી છે. તે નિચલા ક્રમમાં આક્રમક બેટિંગ કરવા માટે જાણીતો છે.
નંબર 9 : હસન અલી
ફાસ્ટ બોલર હસન અલીની બોલિંગ એવરેજ 26.56ની છે. જે દર્શાવે છે કે તેણે વનડેમાં શાનદાર બોલિંગ કરી છે. હસને 49 વનડેમાં 80 વિકેટ પોતાના નામે કરી છે અને ત્રણ વખત પાંચ વિકેટ ઝડપી ચુક્યો છે. ફાસ્ટ બોલિંગમાં તે પાકિસ્તાનના મુખ્ય હથિયારમાંથી એક છે.
નંબર 10 : મોહમ્મદ આમિર
ડાબા હાથના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને વિશ્વકપની ટીમમાં સ્થાન ન આપીને પાકિસ્તાને બધાને ચોંકાવી દીધા હતા પરંતુ સોમવારે તેને વિશ્વકપની ટીમમાં જગ્યા મળી ગઈ હતી. આમિર 51 વનડેમાં 60 વિકેટ ઝડપી ચુક્યો છે અને તે પોતાની ઝડપથી બેટ્સમેનોને ચોંકાવી શકે છે.
નંબર 11 : વહાબ રિયાઝ
ડાબા હાથના વધુ એક બોલર વહાબ રિયાઝને પણ સોમવારે વિશ્વ કપની ટીમમાં જગ્યા મળી હતી. વહાબે 79 વનડેમાં 102 વિકેટ ઝડપી છે અને 2015ના વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાના શેન વોટસનને ફેંકેલો સ્પેલ આજે પણ યાદ કરવામાં આવે છે. તે ફરી ઈંગ્લેન્ડમાં આવી કોઈ કરામત કરવા ઈચ્છશે.
નંબર 12 : હૈરિસ સોહેલ
હૈરિસ સોહેલ મધ્યમક્રમનો બેટ્સમેન અને ઓલરાઉન્ડર છે. 34 વનડેના પોતાના નાના કરિયરમાં તેણે બે સદી ફટકારી છે. સોહેલને તક ત્યારે મળશે જ્યારે શોએબ કે હાફીઝમાંથી કોઈ એકને અંતિમ ઈલેવનમાંથી બહાર કરવામાં આવે.
નંબર 13 : મોહમ્મદ હસનૈન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝથી કરિયપનો પ્રારંભ કરનાર યુવા ફાસ્ટ બોલરે શાનદાર પ્રદર્શનની મદદથી વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવી છે. તે ટીમમાં ત્રીજો ડાબા હાથનો ફાસ્ટ બોલર છે.
નંબર 14 : શાદાબ ખાન
34 વનડેમાં 47 વિકેટ અને ત્રણ અડધી સદી. તે દર્શાવે છે કે કલાઇનો સ્પિનર શાદાબ ખાન કેમ વિશ્વકપની ટીમમાં સામેલ છે. હાલમાં તેને ઈજા થઈ હતી અને બે દિવસ પહેલા તેને ફિટ જાહેર કરવામાં આવ્યો હતો.
નંબર 15 : શાહીન અફરીદી
પાકિસ્તાનની ટીમમાં ડાબા હાથના ફાસ્ટ બોલરોની ભરમાર છે. શાહીન આફરીદી આ કડીમાં ચોથું નામ છે. યુવા ફાસ્ટ બોલર શાહીને 14 વનડેમાં 24 વિકેટ ઝડપી છે. હવે જોવાનું છે કે તે વિશ્વકપમાં કેવો કમાલ કરે છે.
વિશ્વ કપમાં ટીમનું પ્રદર્શન
1975, ગ્રુપ સ્ટેજ
1979, સેમીફાઇનલ
1983, સેમીફાઇનલ
1987, સેમીફાઇનલ
1992, વિજેતા
1996, ક્વાર્ટર ફાઇનલ
1999, રનર્સ-અપ
2003, ગ્રુપ સ્ટેજ
2007, ગ્રુપ સ્ટેજ
2011, સેમીફાઇનલ
2015, ક્વાર્ટર ફાઇનલ
આ વિશ્વ કપમાં પાકિસ્તાનનો કાર્યક્રમ
(પાકિસ્તાનની તમામ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે શરૂ થશે)
દિવસ વિરુદ્ધ
31 મે વેસ્ટઈન્ડિઝ
3 જૂન ઈંગ્લેન્ડ
7 જૂન શ્રીલંકા
12 જૂન ઓસ્ટ્રેલિયા
16 જૂન ભારત
23 જૂન દક્ષિણ આફ્રિકા
26 જૂન ન્યૂઝીલેન્ડ
29 જૂન અફગાનિસ્તાન
5 જુલાઈ બાંગ્લાદેશ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે