World Cup 2019: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, દેશભરમાં ઉજવાઇ ‘દિવાળી’

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન પર શાનદાર જીતની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. બેંગલુરુથી લઇને અમૃતસર સુધી અને મુંબઇથી લઇને સિલીગુડી સુધી ટીમ ઇન્ડિયાના ફેન્સે ફટાકડા ફોડ્યા અને ધ્વજ લઇને રસ્તા પર હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા.

World Cup 2019: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, દેશભરમાં ઉજવાઇ ‘દિવાળી’

મેનચેસ્ટર: આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન પર શાનદાર જીતની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. બેંગલુરુથી લઇને અમૃતસર સુધી અને મુંબઇથી લઇને સિલીગુડી સુધી ટીમ ઇન્ડિયાના ફેન્સે ફટાકડા ફોડ્યા અને ધ્વજ લઇને રસ્તા પર હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. તો ક્યાંક ઢોલ નગાડા સાથે ડાન્સ કરતા લોકો જોવા મળ્યા, તો કેટલીક જગ્યાઓ પર મિઠાઇઓ વહેંચતા જોવા મળ્યા હતા. યૂપીની રાજધાની લખનઉમાં કંઇક આવો નજારો મોડી રાત સુધી જોવા મળ્યો હતો.

— ANI UP (@ANINewsUP) June 16, 2019

આવો નજારો કર્નાટકની રાજધાની બેંગલુરુમાં જોવા મળ્યો.

— ANI (@ANI) June 16, 2019

નાગપુરમાં ધ્વજ હાથમાં લઇ ઢોલ નગાડા વચ્ચે મોડી રાત્રે પણ લોકો ડાન્સ કરતા જોવા મળ્યા.

— ANI (@ANI) June 16, 2019

ઓપનર રોહિત શર્માની વધુ એક શાનદરા સદી સાથે ભારતે રવિવારે આઇસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. તેમણે પાકિસ્તાનને ડકવર્થ લુઇસ પદ્ધતિથી 89 રનથી હરાવ્યા. આ સાથે જ તેમણે વર્લ્ડ કપમાં તેમના આ હરીફ વિરોધીની સામે વિજય અભિયાન 7-0 પર પહોંચાડ્યું છે. ભારતે પાંચ વિકેટ પર 336 રન બનાવ્યા. તેના જવાબમાં પાકિસ્તાને જ્યારે 35 ઓવરમાં 6 વિકેટ સાથે 166 રન બનાવ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ આ રમત શરૂ થવા પર પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રન એટલે કે બાકી વધેલી 5 ઓવરમાં 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પાકિસ્તાનની ટીમ 6 વિકેટ પર 212 રન જ બનાવી શકી હતી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news