વર્લ્ડકપના આ ફ્લોપ-શોમાથી આફ્રિકાએ બોધપાઠ લેવો પડશેઃ કગિસો રબાડા

સાઉથ આફ્રિકાની ટીમ નોકઆઉટની દોડમાંથી બહાર થઈ ગઈ છે. રબાડાએ તે પણ સ્વીકાર કર્યો કે તેણે આઈપીએલમાં તેનાથી સારૂ પ્રદર્શન કર્યું હતું પરંતુ વિશ્વકપમાં તેનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. 

વર્લ્ડકપના આ ફ્લોપ-શોમાથી આફ્રિકાએ બોધપાઠ લેવો પડશેઃ કગિસો રબાડા

લંડનઃ ફાસ્ટ બોલર કગિસો રબાડાએ સ્વીકાર કર્યો કે, તેની સાઉથ આફ્રિકા ટીમે વિશ્વકપમાં પોતાના નિષ્ફળ અભિયાનમાંથી બોધપાઠ લેવો પડશે. ફાફ ડુ પ્લેસિસની ટીમ 2 મેચ બાકી રહેતા નોકઆઉટની દોડમાંથી બહાર થઈ ગઈ છે. આ બીજીવખત છે જ્યારે આફ્રિકા વિશ્વકપના નોકઆઉટ સ્ટેજમાં પહોંચી શક્યું નથી. 

ફાસ્ટ બોલર રબાડાએ કહ્યું, 'આ વિશ્વકપમાં ઘણીવાર અમારા નસિબ ખરાબ રહ્યાં. ઘણીવાર અમે સારૂ પ્રદર્શન ન કર્યું. અમારે બોધપાઠ લેવો પડશે. આ સરળ નથી પરંતુ અમારે અહીંથી શીખવું પડશે. તમે ટોપ પર રહેવા માગો છે પરંતુ તે સરળ નથી.'

તેણે કહ્યું, 'ઉતાર અને ચઢાવ રમતનો ભાગ છે.' આફ્રિકાએ હવે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમવાની છે. રબાડાએ કહ્યું, હવે અમારે આગળ વિચારવાનું છે અને સકારાત્મક રહીને વાપસી કરવી છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર બોલરે કહ્યું, 'મેં આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ વિશ્વકપમાં મારૂ પ્રદર્શન સરેરાશ રહ્યું. હું તેનાથી વધુ સારૂ કરી શકતો હતો.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news