World Cup 2019: વિશ્વકપમાં થયો ગજબ સંયોગ, જ્યારે અમ્પાયર કરતા ઉંમરમાં મોટો નિકળ્યો ખેલાડી

સાઉથ આફ્રિકી ટીમના બોલરોએ ખૂબ મહેનત સાથે બોલિંગ કરી, પરંતુ તે ટીમને જીત અપાવવામાં અસફળ રહ્યાં હતા. ભારતે પોતાની પ્રથમ મેચમાં છ વિકેટે વિજય મેળવ્યો હતો.
 

World Cup 2019: વિશ્વકપમાં થયો ગજબ સંયોગ, જ્યારે અમ્પાયર કરતા ઉંમરમાં મોટો નિકળ્યો ખેલાડી

નવી દિલ્હીઃ ICC World Cup 2019 IND vs SA: ભારતે વિશ્વકપમાં પોતાના સફરની શરૂઆત આફ્રિકા વિરુદ્ધ કરી છે. આ મેચમાં ભારતીય ટીમનો છ વિકેટે વિજય થયો હતો. મેચમાં ઘણા રેકોર્ડ બન્યા, આ દરિયાન એક ગજબ સંગોય પણ બન્યો. મેચ દરમિયાન એક અનોખો સંયોગ સામે આવ્યો જ્યારે સાઉથ આફ્રિકી ખેલાડીની ઉંમર અમ્પાયરથી વધુ હતી. આવો જાણીએ સમગ્ર ઘટનાક્રમ.... 

મેચની પ્રથમ ઓવરમાં સામે આવ્યો આ સંયોગ
સાઉથ આફ્રિકાની ટીમનું બેટિંગમાં પ્રદર્શન સાધારણ રહ્યું હતું. હવે સમય હતો બોલિંગથી કંઇક કરવાનો. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પ્રથમ ઓવરમાં બોલ તાહિરના હાથમાં આપ્યો. ઇમરાન તાહિર જ્યારે બોલિંગ કરવા આવ્યો, તો અમ્પાયરિંગ કરી રહ્યાં હતા માઇકલ ગોફ. તાહિરની ઉંમર જ્યાં 40 વર્ષ છે તો અમ્પાયર ગોફ 39 વર્ષના છે. આ વાતનો ઉલ્લેખ કોમેન્ટ્રેટર માર્ક નિકોલસે પણ કર્યો. નિકોલસે કહ્યું, 'વિશ્વ કપ ઈતિહાસમાં આવું ક્યારેક જ બન્યું હશે જ્યારે અમ્પાયર કોઈ ખેલાડી કરતા નાનો હોય. અમ્પાયર માઇકલ ગોફ (39) ઇમરાન તાહિર કરતા ઉંમરમાં નાના છે.'

ટીમ ઈન્ડિયાને મળી જીત
સાઉથ આફ્રિકી ટીમના બોલરોએ ખૂબ મહેનત સાથે બોલિંગ કરી, પરંતુ તે ટીમને જીત અપાવવામાં અસફળ રહ્યાં હતા. ભારતે પોતાની પ્રથમ મેચમાં છ વિકેટે વિજય મેળવ્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા. જ્યારે ચહલે ચાર વિકેટ ઝડપી હતી. આફ્રિકી ટીમે બેટિંગ અને બોલિંગમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જેથી ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વિશ્વકપમાં તેનો સતત ત્રીજો પરાજય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news