World Cup 2019: વનડે વિશ્વકપના ઈતિહાસમાં અત્યાર સુધી ત્રણ મેચ થઈ રદ્દ, જાણો આ કમાલનો આંકડો
આઈસીસી વનડે વિશ્વ કપના ઈતિહાસમાં અત્યાર સુધી કુલ ત્રણ વખત મેચ રદ્દ થઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ. આઈસીસી વર્લ્ડ કપ 2019ના વિશ્વકપની 11મી મેચમાં વપસાદને કારણે ટોસ ન થઈ શક્યો. બ્રિસ્ટલમાં મેચ પહેલા જ વરસાદ થઈ રહ્યો હતો અને જ્યારે વરસાદ રોકાયો તો ઘણો સમય બરબાદ થઈ ગયો હતો. મેદાન રમવા લાયક નહતું અને મેચ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. વનડે વિશ્વકપના ઈતિહાસમાં આ ત્રીજી ઘટના છે જ્યારે કોઈ મેચ ટોસ કર્યા વગર રદ્દ કરી દેવામાં આવ્યો.
વિશ્વ કપમાં ત્રણ વખત થઈ ચુકી છે મેચ રદ
વનડે વિશ્વકપમાં સૌથી પહેલા વર્ષ 1979 એટલે કે બીજા વિશ્વકપ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ તથા શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ રદ્દ કરી દેવામાં આવીહતી. ત્યારબાદ પાછલા વિશ્વકપ એટલે કે 2015 દરમિયાન ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ ન રમાઇ અને હવે એટલે કે 12માં વિશ્વકપમાં પાકિસ્તાન અને શ્રીલંકા તેનો શિકાર બન્યા હતા.
વિશ્વ કપના ઈતિહાસમાં રદ્દ થયેલી ત્રણ મેચો
- વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રીલંકા (1979)
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ (2015)
- પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા (2019)
સામે આવ્યો આ કમાલનો આંકડો
તમે જાણીને ચોંકી જશે તો આ વિશ્વ કપ પહેલા માત્ર બે વખત મેચ રદ્દ થઈ અને જે મેચ રદ્દ કરવામાં આવી તેમાં રમનારી એક ટીમ વિશ્વ વિજેતા બની હતી. એટલે કે પ્રથમ વાર જ્યારે 1979માં મેચ રદ્દ થઈ તો આ મેચ વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે રમાવાની હતી અને કેરેબિયન ટીમ ચેમ્પિયન બની હતી. 2015ના વનડે વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ ન રમાઇ અને ત્યારે કાંગારૂ ટીમ પાંચમી વખત વિશ્વ વિજેતા બની હતી. આ રીતે હવે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રદ થઈ શે તો શું તેમાંથી કોઈ ટીમ ચેમ્પિયન બનશે.
બે ટીમો વચ્ચે રદ્દ થયેલી મેચમાં એક ટીમ બની ચેમ્પિયન
- 1979 ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ
- 2015 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે