World Cup: ભારતની હાર બાદ કોચિંગ સ્ટાફ પર લટકી તલવાર, બેટિંગ કોચની થઈ શકે છે હકાલપટ્ટી
ટીમ ઈન્ડિયામાં નંબર-4ના ક્રમ પર એક મજબૂત બેટ્સમેનને પસંદ કરવામાં પણ બીસીસીઆઈ નિષ્ફળ રહ્યું છે.
Trending Photos
બર્મિંઘમઃ ભારતીય ક્રિકેટ ટીમની આઈસીસી વિશ્વ કપ-2019મા હાર બાદ કોચિંગ સ્ટાફ પર તલવાર લટકી રહી છે. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સહિત અન્ય કોચિંગ સ્ટાફના કરારને તો વિશ્વ કપ બાદ 45 દિવસ માટે તો વધારી શકાય છે. પરંતુ સહાયક કોચ સંજય બાંગરની જગ્યા નક્કી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના એક મુખ્ય ગ્રુપનું માનવું છે કે તેણે પોતાનું કામ સારી રીતે કરવાની જરૂર હતી. બાંગર સહાયક કોચ હોવાની સાથે-સાથે ટીમના બેટિંગ કોચ પણ છે.
બોલિંગ કોચ ભરત અરૂણ અને ફીલ્ડિંગ કોચ આર શ્રીધરે છેલ્લા દોઢ વર્ષમાં શાનદાર કામ કર્યું છે. પરંતુ બાગંર વિશે તેમ કહી ન શકાય. પરંતુ ભારતીય ટીમની બેટિંગ ઘણીવાર સંઘર્ષ કરતી જોવા મળી છે. નંબર-4 પર એક મજબૂત બેટ્સમેનને પસંદ કરવામાં બીસીસીઆઈ નિષ્ફળ રહ્યું છે.
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું, 'આ સતત ચિંતાનો વિષય રહ્યો. અમે ખેલાડીઓને પૂરૂ સમર્થન આપી રહ્યાં છીએ. તે માત્ર એક મેચ (ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ)મા ખરાબ રમ્યા, પરંતુ સ્ટાફની પ્રક્રિયા અને નિર્ણયની તપાસ કરવામાં આવશે અને તેના ભવિષ્ય વિશે નિર્ણય કરવામાં આવશે.' વિજય શંકર ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થતાં પહેલા બાંગરે તે પણ કહ્યું હતું કે, ભારતીય ઓલરાઉન્ડર સંપૂર્ણ પણે ફિટ છે.
એક અધિકારીએ કહ્યું, 'ઈજાગ્રસ્ત થવાને કારણે શંકર ટૂર્નામેન્ટની બહાર થતાં પહેલા બાંગરનું તે કહેવું કે, તે ઓલરાઉન્ડર ફિટ છે, તે એક સાધારણ વાત હતી. વસ્તું ક્યાંકને ક્યાંક અવ્યવસ્થિત હતી. વરિષ્ઠ કર્મચારીઓ સહિત મેનેજમેન્ટ ક્રિકેટ સાથે જોડાયેલા નિર્ણયને લઈને ભ્રમિત હતો. સાથે ક્રિકેટ સલાહકાર સતિમિને નજરઅંદાજ કરી રહ્યું હતું જે એક શરમની વાત છે.'
એક સૂત્રએ ત્યાં સુધી જણાવ્યું કે, ટીમના બેટ્સમેનને જો કોઈ સમસ્યા થતી તો તે પૂર્વ બેટ્સમેનોની સલાહ લેતા હતા. સૂત્રએ કહ્યું, હું તે કહીશ કે ટીમના કેટલાક હાલના ખેલાડીઓએ તે જણાવ્યું કે, કેમ તેણે પોતામાં સુધાર કરવા માટે પૂર્વ બેટ્સમેનોની મદદ લીધી. રસપ્રદ વાત છે કે ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ મેનેજર સુનીલ સુબ્રમણ્યમના વ્યવહારે પણ બોર્ડના કેટલાક અધિકારીઓને સ્તબ્ધ કરી દીધા છે.
અધિકારીએ કહ્યું, 'ટીમ મેનેજરની સાથે વાતચીત કરનાર દરેક વ્યક્તિને તેના આચરણ અને દ્રષ્ટિકોણથી નિરાશા થઈ. એવું લાગી રહ્યું હતું કે પોતાના મિત્રો માટે ટિકિટ અને પાસ પ્રાપ્ત કરવા અને પોતાની ટોપીની સ્થિતિ યોગ્ય કરવી તેની પ્રથમ પ્રાથમિકતા હતી.' આ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પણ સુબ્રમણ્યમના વ્યવહાર પર સવાલ ઉઠ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે