બિલિયર્ડ્સઃ પંકજ અડવાણીએ 22મું વિશ્વ ટાઇટલ જીત્યું

અડવાણીએ મુકાબલાની શાનદાર શરૂઆત કરી અને 145, 89 અને 127ના બ્રેકની સાથે 3-0ની લીડ બનાવી લીધી. ત્યારબાદ તેણે 150 અને 74ના બ્રેકની સાથે મુકાબલો જીતી લીધો હતો. 
 

બિલિયર્ડ્સઃ પંકજ અડવાણીએ 22મું વિશ્વ ટાઇટલ જીત્યું

મંડાલે (મ્યાન્માર): ભારતના સ્ટાર ક્યૂ ખેલાડી પંકજ અડવાણીએ રવિવારે અહીં 150 અપ ફોર્મેટમાં સતત ચોથા આઈબીએસએફ વર્લ્ડ બિલિયર્ડ્સની સાથે પોતાના કરિયરનું 22મું વિશ્વ ટાઇટલ જીત્યું હતું. બિલિયર્ડ્સના નાના ફોર્મેટમાં આ 34 વર્ષના અડવાણીનું છેલ્લા છ વર્ષમાં પાચમું ટાઇટલ છે. પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અડવાણીએ ફાઇનલમાં સ્થાનિક દાવેદા નેમ થ્વાય ઓ કે વિરુદ્ધ 6-2થી આસાન જીત નોંધાવી હતી. 

અડવાણીએ મુકાબલાની શાનદાર શરૂઆત કરી અને 145, 89 અને 127ના બ્રેકની સાથે 3-0ની લીડ મેળવી લીધી હતી. થ્વાય ઓએ 63 અને 62ના બ્રેકની સાથે આગામી ફ્રેમ જીતી હતી. અડવાણીએ ત્યારબાદ 150ના અતૂટ બ્રેક અને 74ના બ્રેકની સાથે આસાનીથી મુકાબલો જીતી લીધો જેથી થ્વાય ઓ મેં સતત બીજા વર્ષે સિલ્વર મેડલથી સંતોષ કરો પડ્યો હતો. 

બેંગલુરૂના અડવાણીથી વધુ વિશ્વ ક્યૂ ટાઇટલ કોઈ ખેલાડીએ જીત્યા નથી. અડવાણીએ 22મું ટાઇટલ જીત્યા બાદ કહ્યું, 'પ્રત્યેક વર્ષે જ્યારે પણ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાલ લઉ છું, એક વસ્તુ સ્પષ્ટ હોય છે- મારી પ્રેરણામાં કોઈ કમી નથી. આ જીત તે વાતનો પૂરાવો છે કે મારી ભૂખ અને મારા અંદરની આગ યથાવત છે.' અડવાણીએ 24 કલાકની અંદર સ્નૂકરમાં લય હાસિલ કરવી પડશે કારણ કે તેણએ આઈબીએસએફ વિશ્વ 6 રેડ સ્નૂકર અને વિશ્વ ટીમ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news