Women's T20 WC Final Live: ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, હરમને કહ્યું- કોઇ વાંધો નથી

ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ  (ICC Womens T20 World Cup)ની ફાઇનલ મુકાબલો રમવા માટે તૈયાર છે. આ મેચ રવિવારે (8 માર્ચ)ના રોજ મેલબોર્નમાં યોજાવવાની છે. ભારતનો મુકાબલો ચાર વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (India Womens vs Australia Womens)થી છે.

Women's T20 WC Final Live: ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, હરમને કહ્યું- કોઇ વાંધો નથી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ  (ICC Womens T20 World Cup)ની ફાઇનલ મુકાબલો રમવા માટે તૈયાર છે. આ મેચ રવિવારે (8 માર્ચ)ના રોજ મેલબોર્નમાં યોજાવવાની છે. ભારતનો મુકાબલો ચાર વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (India Womens vs Australia Womens)થી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ગત ચેમ્પિયન અને મેજબાની પણ છે. એવામાં તેનો પડકાર મજબૂત છે. ભારતીય ટીમ (India Womens) પણ સારા ફોર્મમાં છે. આ મેચ 12:30 વાગ્યાથી શરૂ થશે. બપોરે 12 વાગે ટોસ થશે. Live Updates and Scorecard...

બંને ટીમો પ્લેઇંગ ઇલેવન આ પ્રકારે છે:
ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંઘાના, જેમિમા રોડ્રિગેજ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), તાનિયા ભાટિયા, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, શિખા પાંડે, પૂનમ યાદવ, રાધા યાદવ અને રાજેશ્વરી ગાયકવાડ.

ઓસ્ટ્રેલિયા: બેથ મૂની, એલિસા હીલી, મેગ લેનિંગ (કેપ્ટન), સોફી મોલિનેક્સ, એશ્લે ગાર્ડનર, રચેલ હેન્સ, નિકોલા કૈરી, જેસ જોનાસન, ડેલિસ કિમિંસ, મેગન શટ અને જોર્જિયા વારેહમ. 

ટોસનું વધુ મહત્વ નથી: હરમન 
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે અમે પણ પહેલાં બેટિંગ કરવા માંગતા હતા. પરંતુ અમારો આત્મવિશ્વાસ ચેજ કરતી વખતે પણ ઉંચો રહે છે. એટલા માટે કોઇ વાત નથી. અમે ટોસને વધુ મહત્વ આપતા નથી. અમારી બોલીંગ સારી છે. અમે પોઝિટિવ છીએ.  

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો:
ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતી લીધો છે. તેમણે પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. 

ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજય છે. તેણે ગ્રુપની ચારેય મેચ જીતી. ભારત-ઇગ્લેંડ સેમીફાઇનલ મેચ વરસાદના લીધે રદ થઇ ગઇ. ત્યારબાદ ભારતને ગ્રુપ રાઉન્ડમાં સારા પ્રદર્શનના લીધે ફાઇનલમાં સ્થાન મળ્યું. 

આ વર્લ્ડ કપ (Womens T20 World Cup 2020)નો પહેલો મુકાબલો પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઇ હતી. ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને માત આપી હતી. ભારતીય ટીમ હવે અંત સુધી જીતનો પ્રયત્ન કરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સાથે ઉદઘાટન મેચની હારનો બદલો લેવો જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news