હરમનપ્રીતની તોફાની બેટિંગ, ભારતે શ્રીલંકાને હરાવી જીતી ટી-20 શ્રેણી

ભારત શ્રેણીની તમામ મેચ જીતવામાં સફળ રહ્યું છે. એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. ભારતીય ટીમે આ પહેલા વનડે શ્રેણી 2-1થી જીતી હતી. 

હરમનપ્રીતની તોફાની બેટિંગ, ભારતે શ્રીલંકાને હરાવી જીતી ટી-20 શ્રેણી

કાતુનાયકે (શ્રીલંકા): ભારતીય મહિલા ટીમે પાંચમી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને 51 રને હરાવ્યું છે. આ સાથે ભારતે પાંચ મેચોની શ્રેણી 4-0થી જીતી લીધી છે. ભારતની જીતમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે અડધી સદી ફટકારી હતી. 

હરમનપ્રીતે 38 બોલમાં 3 ફોર અને 5 સિક્સની મદદથી 63 રન બનાવ્યા હતા. તેણે યુવા જેમિમા રોડ્રિગ્સ (31 બોલમાં 46 રન)ની સાથે ત્રીજી વિકેટ માટે 75 રન જોડીને ટીમને શરૂઆતી ઝટકામાંથી બહાર કાઢી હતી. આ ભાગીદારી તુટ્યા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો અને પૂરી ટીમ 18.3 ઓવરમાં 156 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 

શશિકલા સિરીવર્ધને અને ઇનોશી પ્રિયદર્શિનીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને પોતાની ટીમની વાપસી કરાવી, પરંતુ શ્રીલંકન બેટ્સમેનો માટે લક્ષ્ય પડકારજનક હતો. ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરતા લંડન ટીમ 17.4 ઓવરમાં 105 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી અનુષ્કા સંજીવનીએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. 

Harmanpreet Kaur, bowlers star in 51-run win against Sri Lanka Women in the final T20I in Katunayake.#SLWvINDW REPORT 👇https://t.co/Irj97LKRTj pic.twitter.com/ogGFI29vvg

— ICC (@ICC) September 25, 2018

લેગ સ્પિનર પૂનમ યાદવ ભારત તરફથી સૌથી સફળ બોલર રહી હતી. તેણે 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ઓફ સ્પિનર દીપ્તિ શર્મા (18 રન બે વિકેટ) અને સ્પિનર રાધા યાદવ (14 રન બે વિકેટ) ઝડપીને સારો સાથ આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news