Women T20 WC: ભારતની શાનદાર જીત, પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને આપી આકરી માત
ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ (Women T20 World Cup)ની પહેલી મેચમાં વુમન ટીમ ઇન્ડીયાએ મેજબાન ટીમ પર રોમાંચક જીત નોંધાવી છે. ભારતીય મહિલા ટીમ અહીં સીડની શોગ્રાઉંડ મેદાન પર રમાઇ રહેલી આઇસીસી ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં મેજબાન ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર કરી શકી નહી.
Trending Photos
સિડની: ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ (Women T20 World Cup)ની પહેલી મેચમાં વુમન ટીમ ઇન્ડીયાએ મેજબાન ટીમ પર રોમાંચક જીત નોંધાવી છે. ભારતીય મહિલા ટીમ અહીં સીડની શોગ્રાઉંડ મેદાન પર રમાઇ રહેલી આઇસીસી ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં મેજબાન ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર કરી શકી નહી, પરંતુ તેમછતાં ભારતીય બોલરોએ શાનદાર બોલીંગ કરી મેચમાં વાપસી કરી અને મેચ 17 રનથી જીતી લીધી.
અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 21 રન જોઇતા હતા, પરંતુ ગાર્ડનર ઓવરના બીજા બોલમાં શિખા પાંડેને કેચ આપીને આઉટ થઇ ગઇ. ત્યારબાદ મેલી સ્ટૈનો રન આઉટ થતાં જ મેચ ભારતના નામે થઇ ગઇ. ભારત માટે પૂનમ યાદવે ચાર વિકેટ લીધી અને તેમને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવમાં આવ્યો. આ ઉપરાંત શિખા પાંડેએ ત્રણ અને રાજેશ્વરી ગાયકવાડે એક વિકેટ લીધી.
ટોસ હારીને પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમ નિર્ધારીત 20 ઓવરમાં જ ચાર વિકેટના નુકસાને 132 રન બનાવી શકી હતી. ટીમ માટે દિપ્તી શર્માએ અંતિમ ઓવરોમાં રનોનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે 46 બોલમાં 49 રનની શાનદાર ઇનિંગ રમી.
પોતાનો પ્રથમ વર્લ્ડ કપ રમી રહેલી 15 વર્ષની શેફાલી વર્માએ પોતાના 15 બોલ પર પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી તોફાની 29 રન બનાવ્યા. તો બીજી તરફ સ્મૃતિ મંધાના 41ના સ્કોર પર 11 બોલમાં બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને આઉટ થઇ ગઇ. ત્યારબાદ શેફાલી અને કેપ્ટન હરમનપ્રીત કૌર (2)ના જલદી આઉટ થતાં ભારતીય ટીમ સંકટમાં મુકાઇ ગઇ અને તેમની રનોની ગતિ ધીમી થઇ ગઇ.
ભારત માટે દિપ્તી અને જેમિમાહ રોડ્રિગેઝ (26) ત્યારબા ઇનિંગ સંભાળી પરંતુ જેમિમાહ જલદી આઉટ થઇ ગઇ, ત્યારબાદ દિપ્તીએ જવાબદારી સંભાળી અને ટીમને સન્માનજનક સ્કોર આપ્યો. દિપ્તી સાથે વેદા કૃષ્ણામૂર્તિ 9 રન બનાવીને અણનમ રહી. ઓસ્ટ્રેલિયા દ્વારા જેસ જોનાસેને બે વિકેટ લીધી. પૈરી અને કિમમિંસે એક-એક વિકેટ લીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે