વજનને કારણે અયોગ્ય જાહેર થનાર વિનેશને મળશે કોઈ મેડલ? જાણો શું કહે છે રેસલિંગના નિયમ

Paris Olympic 2024: ભારતની સ્ટાર રેસલર ગણાતી વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાઈ કરી દેવામાં આવી છે. પરંતુ હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું વિનેશને કોઈ મેડલ મળશે કે નહીં?
 

વજનને કારણે અયોગ્ય જાહેર થનાર વિનેશને મળશે કોઈ મેડલ? જાણો શું કહે છે રેસલિંગના નિયમ

Vinesh Phogat Disqualified: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટની આજે 50 કિલોગ્રામની કેટેગરીમાં કુશ્તીની ફાઈનલ રમવાની હતી, પરંતુ તે પહેલા તેને ડિસ્ક્વોલિફાઈ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ ભારતની આશાને મોટો ઝટકો લાગ્યો છે. વિનેશ ફાઈનલ સુધી પહોંચી ગઈ હતી પરંતુ હવે તેને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. એટલે કે તે હવે 50 કિલોગ્રામ કેટેગરીમાં રમી શકશે નહીં. તેવામાં લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે વિનેશ ફાઈનલમાં પહોંચી હતી એટલે તેને કોઈ મેડલ મળશે કે નહીં? તો આવો તમને વર્લ્ડ રેસલિંગ એસોસિએશનના નિયમો જણાવીએ.

શું હોય છે રેસલિંગના નિયમ
વર્લ્ડ રેસલિંગ યુનિઇટેડ (UWW) ના નિયમ પ્રમાણે ઓલિમ્પિકમાં દરેક વર્ગ કેટેગરીની ઈવેન્ટ બે દિવસ હોય છે. જે દિવસે રેસલરોએ મેટ પર ઉતરવાનું હોય છે તે દિવસે સવારે વજન કરવામાં આવે છે. જો રેસલરોનું વજન તેની કેટેગરી કરતા વધારે હોય તો તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવે છે. તેવામાં વિનેશ ફોગાટ તો ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ નિયમ પ્રમાણે વિનેશને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. એટલે કે વિનેશ ફોગાટ કોઈ મેડલની હકદાર રહેશે નહીં.

રેસલિંગના નિયમ પ્રમાણે જો કોઈ રેસલર વજન કેટેગરીમાં અયોગ્ય ઠરે છે તો તેને તે કેટેગરીના લિસ્ટમાં છેલ્લા નંબરે સ્થાન આપવામાં આવે છે. એટલે તે રેસલર ભલે ફાઈનલમાં પહોંચ્યો હોય પરંતુ કોઈ મેડલનો હકદાર રહેતો નથી. તેવામાં ઓલિમ્પિકની માહિતી પ્રમાણે આજે વિનેશ ફોગાટે અમેરિકી રેસલર સાથે ફાઈનલ બાઉટ રમવાની હતી. પરંતુ હવે વિનેશની જગ્યાએ ક્યુબાની રેસલરને ફાઈનલની ટિકિટ મળી ગઈ છે. એટલે કે વિનેશને પેરિસ ઓલિમ્પિકમાં કોઈ મેડલ મળશે નહીં.

100 ગ્રામ વજને તોડ્યું 140 કરોડ ભારતીયોનું સપનું!
માત્ર 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પિક મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ હોવાનું સામે આવ્યું છે. આ વાત માન્યામાં આવે એવી નથી, કે રાતોરાત કઈ રીતે વધી ગયું વજન. પરંતુ કમિટીએ પોતાનો આદેશ સંભળાવી દીધો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આ આઘાતજનક સમાચારોની પુષ્ટિ કરવામાં આવી છે

ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે-
ભારતીય ઓલિમ્પિક સંઘે વિનેશ ફોગાટને લઈને આ વાતની પુષ્ટિ કરી છે. એસોસિએશન દ્વારા એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું, 'તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવાના સમાચાર શેર કરી રહી છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જણાયું હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news