IPL Auction 2022: જાણો કોણ છે યશ દયાલ, જેને ગુજરાત ટાઈટન્સે 3.2 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો

Who is Yash Dayal: ઉત્તર પ્રદેશના યુવા ક્રિકેટર યશ દયાલને ગુજરાત ટાઈટન્સે 3.2 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા છે.

IPL Auction 2022: જાણો કોણ છે યશ દયાલ, જેને ગુજરાત ટાઈટન્સે 3.2 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો

બેંગલુરૂઃ યશ દયાલને ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનના બીજા દિવસે ગુજરાત ટાઈટન્સે 3.2 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો છે. ત્યારબાદ ચર્ચા થવા લાગી કે આ ખેલાડી કોણ છે. યશ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તે ડાબા હાથનો ફાસ્ટર છે. દયાલ ભારતીય ટીમની સાથે રહી ચુક્યો છે. 

યશ દયાલ અમદાવાદમાં ભારતીય ટીમની સાથે બાયો-બબલમાં હતો. ત્યારબાદ તેને ઉત્તર પ્રદેશ માટે રણજી ટ્રોફી રમવા માટે રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. તે ત્રણ વર્ષ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે કામ કરી ચુક્યો છે. તે આઈપીએલ ટ્રાયલમાં હતો. ત્યારબાદ તેને કેટલાક વર્ષ કામ કર્યુ અને પ્રથમવાર આઈપીએલ કોન્ટ્રાક્ટ હાસિલ કર્યો છે. 

વિજય હજારે ટ્રોફીમાં તે સૌથી વધુ વિકેટ લેનાર પાંચ બોલરોમાં સામેલ હતો. તેણે 3.77 ના ઇકોનોમી રેટની સાથે 14 વિકેટ લીધી હતી. યશ દયાલ સતત 140 કિમીની ઝડપે બોલિંગ કરી શકે છે. યૂપી તરફથી રમતા તેણે 142 કિમીની ઝડપે બોલિંગ કરીને ચર્ચામાં આવ્યો હતો. 

યશ દયાલનો જન્મ 13 ડિસેમ્બર 1997ના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. તેણે ઉત્તર પ્રદેશ માટે 2018-2019ની સીઝનમાં લિસ્ટ એ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું. તેણે 21 સપ્ટેમ્બર 2018ના વિજય હઝારે ટ્રોફીમાં પ્રથમ મેચ રમી હતી. ત્યારબાદ નવેમ્બરમાં પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. ત્યારબાદ તેણે આગામી વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પર્દાપણ કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news