IPL 2022: KKRના સુપરસ્ટાર લગ્નગ્રંથિથી જોડાયા, સોશિયલ મીડિયામાં સામે આવ્યો પત્ની સાથેનો ફોટો

ન્યૂઝીલેન્ડના સુપરસ્ટાર બોલર ટિમ સાઉદીએ રવિવારે લગ્નના બંધનમાં બંધાયા છે. ટિમ સાઉદીએ પોતાના લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ બ્રાયાની સાથે લગ્ન કર્યા છે. તેમણે ઈંસ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લગ્નની જાહેરાત કરી.

IPL 2022: KKRના સુપરસ્ટાર લગ્નગ્રંથિથી જોડાયા, સોશિયલ મીડિયામાં સામે આવ્યો પત્ની સાથેનો ફોટો

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની શરૂઆત હવે ટૂંક સમયમાં શરૂ થશે. એવું કહી શકાય કે આઈપીએલ 2022ની શરૂઆત હવે માત્ર 5 દિવસમાં શરૂ થશે. 26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગની વચ્ચે પહેલી મેચ રમાશે, જે આ સીઝનની પહેલી મેચ હશે. આઈપીએલ શરૂ થયા પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર ટિમ સાઉદી લગ્નગ્રંથીથી જોડાયો છે.

ન્યૂઝીલેન્ડના સુપરસ્ટાર બોલર ટિમ સાઉદીએ રવિવારે લગ્નના બંધનમાં બંધાયા છે. ટિમ સાઉદીએ પોતાના લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ બ્રાયાની સાથે લગ્ન કર્યા છે. તેમણે ઈંસ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લગ્નની જાહેરાત કરી.

બન્ને લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને 2019માં બન્ને જણાંએ સગાઈ કરી હતી. ટિમ સાઉદીએ પોતાની તસવીર શેર કરીને લખ્યું છે, ‘Forever’. 

See you soon 👋🏻 pic.twitter.com/kb96Q7nz0m

— KolkataKnightRiders (@KKRiders) March 20, 2022

33 વર્ષીય ટિમ સાઉદી આ વર્ષે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા નજરે પડશે. કોલકાતા નાઈટ રાઈડર્સે પણ ફોટો ટ્વીટ કરી બન્ને જણાને શુભેચ્છા આપી છે અને લખ્યું છે કે જલ્દીથી મળીએ છીએ.

જો આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો ટિમ સાઉદી ન્યૂઝીલેન્ડ માટે 85 ટેસ્ટ મેચમાં 338 વિકેટ ઝડપી ચૂક્યા છે, જ્યારે 143 વનડેમાં તેમના નામે 190 વિકેટ નોંધાયેલી છે. ટિમ સાઉદીના નામે 92 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 111 વિકેટ નોંધાયેલી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે ટિમ સાઉદીને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સાઉદીએ આઈપીએલમાં અત્યાર સુધી 43 મેચમાં 31 વિકેટ લીધી છે. ટિમ સાઉદી આઈપીએલમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ માટે રમી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news