Who is Roger Binny: કોણ છે રોજર બિન્ની? જે બનશે બીસીસીઆઈના નવા અધ્યક્ષ
Roger Binny : રોજર બિન્ની વર્ષ 1983માં ભારતની વિશ્વ વિજેતા ટીમના સભ્ય છે. ઓલરાઉન્ડર તરીકે બિન્નીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Trending Photos
Who is Roger Binny : સૌરવ ગાંગુલી બાદ બીસીસીઆઈના આગામી અધ્યક્ષ કોણ હશે તેની જાહેરાત તો 18 ઓક્ટોબરે બોર્ડની વાર્ષિક બેઠક દરમિયાન ચૂંટણીની પ્રક્રિયા બાદ થશે પરંતુ અહેવાલો પ્રમાણે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રોજર બિન્નીને આ ભૂમિકા માટે બોર્ડના સભ્યોએ બિનહરીફ ચૂંટી લીધા છે. ફેન્સના મનમાં તે પ્રશ્ન જરૂર ઉઠી રહ્યો હશે કે વર્તમાન સમયમાં કર્ણાટક ક્રિકેટ સંઘમાં પદાધિકારી રોજર બિન્ની કોણ છે અને તેમની ભારતીય ક્રિકેટમાં શું ભૂમિકા છે. આવો આજે અમે તમને રોજર બિન્ની વિશે માહિતી આપીએ.
ભારતના પહેલા એંગલો-ઈન્ડિયન ક્રિકેટર
ઘણા ઓછા લોકો જાણે છે કે કર્ણાટકથી ઘરેલૂ ક્રિકેટ રમનાર રોજર બિન્ની ભારતના પ્રથમ એંગલો-ઈન્ડિયન ક્રિકેટર છે. તેમનો પરિવાર મૂળ રૂપથી સ્કોટલેન્ડનો રહેવાસી છે. બાદમાં તે ભારત રહેવા આવી ગયા હતા. બેટ અને બોલ બંને વિભાગોમાં પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી બિન્નીએ વર્ષ 1979માં પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.
રોજર બિન્નીએ 1983 વિશ્વકપમાં કર્યું હતું કમાલનું પ્રદર્શન
જ્યારે લોકો 1983માં ભારતના પ્રથમ વિશ્વકપ જીતવાની વાત કરે તો કપિલ દેવને યાદ કરે છે. ઘણા ઓછા લોકોને યાદ છે કે જેટલી ભૂમિકા તત્કાલીન કેપ્ટનની ભારતને 1983માં વિશ્વકપ જીતાડવાની છે એટલી રોજર બિન્નીની પણ હતી. બિન્નીએ વિશ્વકપમાં ભારત માટે સર્વાધિક વિકેટ ઝડપી હતી. આઠ મેચોમાં બિન્નીના નામે 18 વિકેટ હતી. ત્યારબાદ બીજા સ્થાન પર 17 વિકેટ સાથે મદન લાલનો નંબર આવે છે.
રોજર બિન્નીએ ભારત માટે 27 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેમણે 1543 રન અને 47 વિકેટ ઝડપી હતી. તો બિન્નીએ 72 વનડેમાં ભારત માટે 2260 રન બનાવ્યા અને 77 વિકેટ લીધી હતી. રોજર બિન્ની સપ્ટેમ્બર 2012માં ભારતીય ક્રિકેટની પસંદગી સમિતિના સભ્ય બન્યા હતા. રોજર બિન્નીનો પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ ભારત માટે રમી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે