INDvWI: રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમનું આગમન, ગુરૂવારથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસમાં બે ટેસ્ટ, પાંચ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે.
Trending Photos
રાજકોટઃ રાજકોટમાં ક્રિકેટ ફીવર જામ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુરૂવારથી ટેસ્ટ મેચ રમાવાની છે. તેને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે. આજે ભારતના પ્રવાસે આવેલી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ પ્રથમ ટેસ્ટ મેચ રમવા માટે રાજકોટ પહોંચી ગઈ છે. બપોરે વેસ્ટ ઈન્ડિઝ ટીમનું રાજકોટમાં આગમન થયું હતું. ત્યારે હોટલ બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંચાલિત સ્ટેડિયમમાં ભારત અને વિન્ડીઝ વચ્ચે 4 ઓક્ટોબરથી પ્રથમ ટેસ્ટ રમાશે. વિન્ડીઝની ટીમ ભારતના પ્રવાસે બે ટેસ્ટ મેચ રમશે. જેમાં પ્રથમ મેચ રાજકોટ અને બીજો મેચ હૈદરાબાદમાં રમાશે.
રાજકોટને બીજી વખત ટેસ્ટ મેચની યજમાની કરવાની તક મળી છે. આ પહેલા ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અહીં ટેસ્ટ મેચ રમાઈ હતી. જે મેચ ડ્રો રહી હતી. બરોડામાં પ્રેક્ટિસ મેચ રમ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ બસ મારફતે રાજકોટ પહોંચી હતી.
ભારત અને વેસ્ટઇન્ડીઝ શ્રેણીનો કાર્યક્રમ
ટેસ્ટ
4-8 ઓક્ટોબરઃ પ્રથમ ટેસ્ટ રાજકોટમાં
12-16 ઓક્ટોબરઃ બીજી ટેસ્ટ હૈદરાબાદમાં
વનડે
21 ઓક્ટોબરઃ પ્રથમ વનડે, ગુવાહાટી
24 ઓક્ટોબરઃ બીજી વનડે, ઈન્દોર
27 ઓક્ટોબરઃ ત્રીજી વનડે, પુણે
29 ઓક્ટોબરઃ ચોથી વનડે, મુંબઈ
1 નવેમ્બરઃ પાંચમી વનડે, તિરૂવનંતપુરમ
ટી-20
4 નવેમ્બરઃ પ્રથમ ટી-20, કોલકત્તા
6 નવેમ્બરઃ બીજી ટી-20, લખનઉ
11 નવેમ્બરઃ ત્રીજી ટી-20, ચેન્નઈ
વેસ્ટ ઇન્ડિઝ : જેસન હોલ્ડર (સુકાની), સુનીલ એમ્બ્રિસ, દેવેન્દ્ર બિશુ, ક્રેગ બ્રાથવેટ, રોસ્ટન ચેઝ, શેન ડાઉરિચ, શેનોન ગેબ્રિયલ, જશમાર હેમ્લિટન, શિમરોન હેતતમેયર, શાઈ હોપ, જોસેફ, કિમો પોલ, કેઈરોન પોવેલ, કિમર રોચ, જોમેલ વેરિકન.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, શાર્દૂલ ઠાકુર.
બંન્ને ટીમ લઈ શકે છે ગાંધી મ્યુઝિયમની મુલાકાત
રાજકોટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાવાની છે ત્યારે બંને ટીમ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લે તેવી શક્યતા સેવાઈ રહી છે. ટેસ્ટ મેચ પહેલાં અથવા મેચ પછી બંને મુલાકાત લઈ શકે છે. એસસીએ તરફથી બંને ટીમને મ્યુઝિયમની મુલાકાત લેવા સૂચન કરાયુ છે. હવે અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ પર છોડવામાં આવ્યો છે. ગઈકાલે જ પીએમમોદીએ ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે