VIDEO: હવે રોનાલ્ડોએ મિસ કરી પેનલ્ટી, કહ્યું- આજીવન રહેશે અફસોસ

ઈરાનની સાથે પોર્ટુગલનો મેચ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે ખરાબ રહ્યો. 

 

VIDEO: હવે રોનાલ્ડોએ મિસ કરી પેનલ્ટી, કહ્યું- આજીવન રહેશે અફસોસ

નવી દિલ્હીઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પેનલ્ટી પર ગોલ કરવાથી ચૂકી ગયો જ્યારે પોર્ટુગલે બીજા હાફના ઇંજરી ટાઇમમાં પેનલ્ટી ગુમાવી દીધી, આ કારણે તેણે ઈરાન વિરુદ્ધ વિશ્વ કપ મેચ 1-1થી ડ્રો રમવો પડ્યો અને હવે યૂરોપીય ચેમ્પિયનને અંતિમ-16માં ઉરુગ્વે સામે રમવું પડશે. રિકોર્ડો ક્વારેસ્માએ મોરદોવિયા એરેનામાં પ્રથમ હાફની અંતિમ મિનિટમાં ગોલ કરીને પોર્ટુગલને લીડ અપાવી, પરંતુ ઈરાનને બીજા હાફના ઇંજરી ટાઇમમાં પેનલ્ટી મળી જેને કરીમ અંસારીફરાદે ગોલમાં ફેરવીને મેચ ડ્રો કરી દીધી. આ રીતે પોર્ટુગલ ગ્રુપ બીમાં પોતાના પાડોસી સ્પેન બાદ બીજા સ્થાને રહ્યું. 

ફીફા વર્લ્ડ કપ 2018માં સોમવારે (25 જૂન) ગ્રુપ બીના મેચમાં દર્શકોને આવી ક્ષણ જોવા મળી જેની કલ્પના પણ ન કરી શકાય. પોર્ટુગલ અને ઇરાનના મેચમાં સનસની, રોમાંચ અને અવિશ્વસનિયતા જોવા મળી. સ્પેન અને પોર્ટુગલની ટીમ રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગઈ છે. પરંતુ ઈરાનની સાથે પોર્ટુગલનો મેચ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે સુખદ ન રહ્યો. 

— Telemundo Deportes (@TelemundoSports) June 25, 2018

વિશ્વ ફુટબોલના આ શાનદાર ખેલાડી રોનાલ્ડોએ મેચમાં પેનલ્ટી મિસ કરી દીધી. 1-0થી આગલ ચાલી રહેલા પોર્ટુગલની લીડ 2-0 થઈ શકતી હતી, પરંતુ 53મી મિનિટે મળેલી પેનલ્ટીને રોનાલ્ડો ગોલમાં ન ફેરવી શક્યો. ઈરાનના ગોલકીપર અલી બેરનવાદે પોતાને કાબુમાં રાખ્યો. તેને તે વાતનો અંદાજ આવી ગયો કે રોનાલ્ડો બોલને ક્યાં મારવાનો છે. રિયલ મેડ્રિડના સ્ટાર રોનાલ્ડો અલીને બિટ ન કરી શક્યો. ગ્રુપ બીમાં પોર્ટુગલ બીજા સ્થાને પહોંચી ગયું. 33 વર્ષીય રોનાલ્ડોએ કહ્યું, તેને પેનલ્ટી મિસ કરવાનો આજીવન અફસોસ રહેશે. 

મહત્વનું છે કે, રોનાલ્ડોએ બીજા હાફમાં વીડિયો સમીક્ષાથી પેનલ્ટી મેળવી હતી, પરંતુ તેને ગોલ કરવામાં અસફળ રહ્યો. આ રીતે ટૂર્નામેન્ટમાં તેના નામે ચાર ગોલ નોંધાયેલા છે. પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા માટે 30 જૂને સોચીમાં ઉરુગ્વે વિરુદ્ધ રમશે. જે ગ્રુપ એમાં ત્રણ મેચ જીતીને ટોપ પર રહ્યું છે. રોનાલ્ડોએ પોર્ટુગલના પ્રથમ બે મેચમાં ચાર ગોલ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news