IPL 2021 : સુરેશ રૈનાએ શરૂ કરી આઈપીએલની તૈયારી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

IPL 2021 : મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે પોતાની તૈયારી ચેન્નઈમાં શરૂ કરી દીધી છે. તો રૈના આ દિવસોમાં ગાઝિયાબાદમાં પોતાની તૈયારી કરી રહ્યો છે. 

IPL 2021 : સુરેશ રૈનાએ શરૂ કરી આઈપીએલની તૈયારી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈના  (Suresh Raina) આ દિવસોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની 14મી એડિશનની તૈયારીમાં લાગી ગયો છે. રૈના આઈપીએલની આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) તરફથી રમશે, જેને સીએસકેએ રિટેન કર્યો છે. 

સુપરકિંગ્સે ચેન્નઈમાં પોતાની ટ્રેનિંગ શિબિર શરૂ કરી દીધી છે.પરંતુ રૈનાના હજુ ચેન્નઈ પહોંચવાના સમાચાર નથી. ડાબા હાથના આ બેટ્સમેન રૈના આ સમયે ગાઝિયાબાદમાં પોતાની તૈયારી કરી રહ્યો છે. 

રૈનાએ બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે ચેન્નઈ સુપર કિંગ્સની જર્સીમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે લોકલ બોલરો વિરુદ્ધ ચોગ્ગા અને છગ્ગાની વરસાદ કરતો જોવા મળી રહ્યો છે. બેટિંગ દરમિયાન રૈના બોલને યોગ્ય રીતે હિટ કરી રહ્યો છે અને તે સારી લયમાં જોવા મળી રહ્યો છે.

ઉત્તર પ્રદેશના આ ક્રિકેટરે વીડિયો કેપ્શનમાં લખ્યું, આગામી સીઝનની પૂરી તૈયારી છે. મિસ્ટર, આઈપીએલના નામથી ફેમસ રૈના આઈપીએલની 13મી સીઝનમાં તે યૂએઈથી પરત ફરી ગયો હતો. રૈનાએ અંગત કારણોનો હવાલો આપતા ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news