જુઓ, જાડેજા સાથે હેડ્સ અપ ચેલેન્જ રમ્યો રોહિત, વિરાટે આપ્યું રિએક્શન

રોહિત શર્મા સાથી ખેલાડી રવીન્દ્ર જાડેજાની સાથે હેડ્સ અપ ચેલેન્જ ગેમ રમી રહ્યો છે. આ ગેમમાં રોહિત જ્યારે વિરાટ કોહલીનું નામ લે છે, તો વિરાટનું રિએક્શન પણ જોવા લાયક છે. 

જુઓ, જાડેજા સાથે હેડ્સ અપ ચેલેન્જ રમ્યો રોહિત, વિરાટે આપ્યું રિએક્શન

નવી દિલ્હીઃ આ દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા ત્રણ મેચોની વનડે સિરીઝ રમી રહી છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ અને હવે રવિવારે ટીમ ઈન્ડિયા પોર્ટ ઓફ સ્પેનમાં બીજી વનડે મેચ રમશે. આ વચ્ચે ખાલી સમયમાં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્મા પોતાના સાથી ખેલાડી રવીન્દ્ર જાડેજાની સાથે એક ગેમ રમતો જોવા મળ્યો હતો. રોહિતની મસ્તી ગેમ પર વિરાટે પણ રિએક્શન આપ્યું છે. બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. 

ભલે મેદાન બહાર મીડિયામાં ખબર ચાલી રહી છે કે કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી અને બંન્નેમાં મતભેદ છે. પરંતુ આ ગેમમાં બંન્નેએ ફરી એકવાર સંકેત આપ્યા છે કે બંન્ને વચ્ચે બધુ બરાબર છે. 59 સેકન્ડના આ વીડિયોમાં રોહિત શર્મા સૌથી પહેલા પોતાનો પરિચય આપે છે અને જણાવે છે કે તે જાડેજાની સાથે હેડ્સ અપ ચેલન્જ રમી રહ્યો છે. આ ગેમ માટે રોહિતના હાથમાં કાર્ડ્સ છે, તે જોવા વિના જાડેજાને દેખાડે છે. હવે જાડેજા કાર્ડ પર લખેલા ખેલાડીની નકલ કરે છે, જેથી રોહિત તેને ઓળખી કાઢે છે. 

This one's a laugh riot😂🤣 pic.twitter.com/0dJxaY4nIf

— BCCI (@BCCI) August 9, 2019

તેમાં પ્રથમ નામ જસપ્રીત બુમરાહનું આવે છે. જાડેજા બુમરાહની બોલિંગ એક્શન દેખાડે છે, જેને રોહિત ઓળખી લે છે. ત્યારબાદ આગામી નામ કેપ્ટન વિરાટ કોહલીનું આવે છે. આ વખતે જાડેજા વિરાટની બેટિંગ દરમિયાન હંમેશા કરતી એક્શનની નકલ કરે છે અને સ્ટાન્સ લઈને બોલને વેલ લેફ્ટ કરવાની એક્ટિંગ કરે છે. 

રોહિત તેને ઓળખવામાં ભલે કેટલોક સમય લે છે, પરંતુ તે સાચો જવાબ આપે છે. આ વચ્ચે ખુરશી પર બેઠેલો વિરાટ પોતાનું નામ સાંભળીને જાડેજાને એક્શન ફરી કરવાની વાત કરે છે અને જાડેજા ફરીથી વિરાટની એક્શન (અંગૂઠો ચુમવાની) કરીને દેખાડે છે, જેના પર વિરાટ અને રોહિત બંન્ને મળીને ખળખળાટ હસે છે અને પછી આ ગેમનો અંત થઈ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news