VIDEO: જ્યારે 'ચહલ TV' સાથે વાતચીતમાં જૂની યાદોમાં ખોવાયા શાસ્ત્રી
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ચહલની ચહલ ટીવી હવે ટીમના સાથે ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનું ઈન્ટરવ્યૂ લીધા બાદ કોચ રવિ શાસ્ત્રી પાસે પહોંચી ગઈ છે.
Trending Photos
લંડનઃ ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલની 'ચહલ ટીવી' હવે ટીમના સાથે ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનું ઈન્ટરવ્યૂ લીધા બાદ કોચ રવિ શાસ્ત્રીની પાસે પહોંચી ગયું છે. ચહલ ટીવીના સ્ટાર રિપોર્ટર યુજવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયા હેડ કોચ રવિ શાસ્ત્રીનું ઈન્ટરવ્યૂ કર્યું છે. પરંતુ આ ઈન્ટરવ્યૂ દરમિયાન ચહલે શુદ્ધ હિન્દીમાં પૂછેલા સવાલોએ રવિ શાસ્ત્રી માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. ત્યારે તો શાસ્ત્રીએ ચહલને કહ્યું, તમારી શુદ્ધ હિન્દી મારા માટે બાઉન્સર છે. તમે થોડું મુંબઈયા હિન્દીમાં પૂછો તો વાતચીત કરવામાં આવે.
રવિ શાસ્ત્રીને યાદ આવ્યા ઈંગ્લેન્ડના જૂના દિવસો
હકીકતમાં બુધવારે સાઉથૈમ્પટન જવા સમયે ચહલે બસમાં હાજર ટીમ સ્ટાફનું ઈન્ટરવ્યૂ લીધું હતું. આ દરમિયાન ચહલે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર સાથે વાતચીત કરી હતી. કોમેન્ટ્રેટરથી કોચ સુધીની સફર કરનારા રવિ શાસ્ત્રીએ ચહલના સવાલ પર જવાબ આપતા ગ્લેમોર્ગનથી સાઉથૈમ્પટનની યાત્રીને હોમ જર્ની જણાવી હતી. તેમણે જણાવ્યું કે 20 વર્ષ પહેલા તેઓ સપ્તાહમાં ચાર વખત ગ્લેમોર્ગનથી સાઉથૈમ્પટન જતા હતા. તે સમયે શાસ્ત્રી વેલ્સમાં ગ્લેમોર્ગન કાઉન્ટી ક્લબ માટે ક્રિકેટ રમતા હતા.
DO NOT MISS: 📺 📺Chahal TV gets up, close and personal with the entire #TeamIndia support staff. Get a sneak peek into the Behind the Scenes Heroes - by @RajalArora @yuzi_chahal
Full Video here 👉👉👉 https://t.co/fAS01z2rcL pic.twitter.com/XwC1BcyqHv
— BCCI (@BCCI) May 30, 2019
57ની ઉંમરમાં પોતાને યુવા માને છે રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રી જ્યારે પોતાના જૂના દિવસોને યાદ કરી રહ્યાં હતા તો ચહલે તેમને વચ્ચે ટોકતા કહ્યું, તમને તમારી જવાનીના દિવસો યાદ આવી ગયા? તેના પર રવિ શાસ્ત્રીએ જવાબ આપ્યો, યુવા આજે પણ છું. રવિ શાસ્ત્રીએ આ દરમિયાન ચહલને ભવિષ્યનો સ્ટાર બોલર ગણાવ્યો હતો. ચહલે ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બોલિંગ કોચ ભરત અરૂણ સાથે પણ વાત કરી હતી. ભરત અરૂણે ચહલને કહ્યું કે, તમે એવી સ્પિન કરો કે વિશ્વકપ અમારી પાવે આવી જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે