ટેસ્ટ મેચ પહેલા એડિલેડમાં ધમાકો, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને 1 ઓવરમાં છ સિક્સ મારતા ફટકારી બેવડી સદી

એડિલેડ નોર્દર્ન ટેરીટરી ટીમ વિરુદ્ધ રમાયેલા મેચમાં ડાવિસે માત્ર 115 બોલનો સામનો કરતા 207 રન બનાવ્યા હતા.

ટેસ્ટ મેચ પહેલા એડિલેડમાં ધમાકો, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને 1 ઓવરમાં છ સિક્સ મારતા ફટકારી બેવડી સદી

નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનો પ્રથમ મેચ એડિલેડમાં રમાશે. પરંતુ આ પહેલા એક ઓસ્ટ્રેલિયન બેટ્સમેને એડિલેડમાં મોટો ધડાકો કરી દીધો છે. આ કાંગારૂ બેટ્સમેને એક ઓવરમાં છ સિક્સ મારતા બેવડી સદી ફટકારી છે. એડિલેડના મેદાન પર આ ધમાકો કરનાર બેટ્સમેનનું નામ ઓલી ડાવિસ છે. ન્યૂ સાઉથ વેલ્સ મેટ્રો ટીમના કેપ્ટન ડાવિસે આ કમાલ અન્ડર-19 ક્રિકેટ ચેમ્પિયનશિપમાં કરી છે. 

એડિલેડ નોર્દર્ન ટેરીટરી ટીમ વિરુદ્ધ રમાયેલા મેચમાં ડાવિસે માત્ર 115 બોલનો સામનો કરતા 207 રન બનાવ્યા હતા. 18 વર્ષીય બેટ્સમેન ડાવિસે આ ઈનિંગમાં રેકોર્ડ 17 સિક્સ અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. જેમાં એક ઓવરમાં ફટકારેલી છ સિક્સ પણ સામેલ છે. ડાવિસે મેચની 40મી ઓવરમાં સ્પિનર જૈક જોન્સ વિરુદ્ધ છ સિક્સ ફટકારી હતી. 

ડાવિસે કેટલી આક્રમક બેટિંગ કરી તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય કે, સદી બાદ બેવડી સદી સુધી પહોંચવા માટે તેણે માત્ર 39 બોલનો સામનો કર્યો હતો. અન્ડર-19 નેશનલ ક્રિકેટ ચેમ્પિયનશિપે વનડે ફોર્મેટનું રૂપ લીધા બાદ ડાવિસની બેવડી સદી કોઈપણ બેટ્સમેન દ્વારા ટૂર્નામેન્ટમાં ફટકારેલી પ્રથમ બેવડી સદી છે. 

Ollie Davies hit 1️⃣7️⃣ sixes for @CricketNSW Metro today! #U19Champs pic.twitter.com/GnPtuCDvZ4

— Cricket Aus Pathway (@CAPathway) December 3, 2018

કેપ્ટન ડાવિસની શાનદાર બેવડી સદીને કારણે ટીમે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 406 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નોર્દર્ન ટેરિટરીની ટીમ 9 વિકેટ ગુમાવીનને 248 રન બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news