સહેવાગને કોકે થપ્પડ મારી! ગાંગુલી વચ્ચે પડ્યો, સચિને કહ્યું આવું તો ચાલ્યાં કરે! જાણો પછી થપ્પડ મારનારનું શું થયું
વિરેન્દ્ર સહેવાગ ન માત્ર ભારતીય ક્રિકેટ ટીમ બલ્કે વર્લ્ડ ક્રિકેટનો અત્યાર સુધીનો સૌથી સ્ફોટક બેટ્સમેન ગણાય છે. જેની બેટિંગથી દુનિયાભરના બોલરો થરથર કાપતા હતા તેેવા નજબગઢના નવાબ અને મુલતાનના સુલતાન કહેવાતા વિરેન્દ્ર સહેવાગને એક વ્યક્તિએ અચાનક દોરદાર થપ્પડ ચોડી દીધી...મોટી બબાલ થઈ, ગાંગુલી અને સચિન પણ વચ્ચે પડ્યાં. જાણો ક્રિકેટના ઈતિહાસનો આ રસપ્રદ કિસ્સો...
Trending Photos
નવી દિલ્હીઃ વિરેન્દ્ર સહેવાગ ન માત્ર ભારતીય ક્રિકેટ ટીમ બલ્કે વર્લ્ડ ક્રિકેટનો અત્યાર સુધીનો સૌથી સ્ફોટક બેટ્સમેન ગણાય છે. જેની બેટિંગથી દુનિયાભરના બોલરો થરથર કાપતા હતા તેેવા નજબગઢના નવાબ અને મુલતાનના સુલતાન કહેવાતા વિરેન્દ્ર સહેવાગને એક વ્યક્તિએ અચાનક દોરદાર થપ્પડ ચોડી દીધી...મોટી બબાલ થઈ, ગાંગુલી અને સચિન પણ વચ્ચે પડ્યાં. જાણો ક્રિકેટના ઈતિહાસનો આ રસપ્રદ કિસ્સો...
ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં એકવાર એવો વિવાદ જોવા મળ્યો, જેને કોઈ જ યાદ કરવા નહીં માંગે. ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર રહેલા વીરેન્દ્ર સહેવાગને એકવાર એક શખ્સે થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ મોટી બબાલ મચી ગઈ હતી અને એ સમયના કેપ્ટન સૌરવ ગાંગુલી ખૂબ જ નારાજ થયા હતા. સૌરવ ગાંગુલીએ સહેવાગને થપ્પડ પડ્યા બાદ પોતાના પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અને ગાંગુલી એકદમ ધુઆંપુઆં થઈ ગયા હતાં. જ્યારે ગાંગુલીને ખબર પડી કે સહેવાગને રાઈટે થપ્પડ મારી છે તો, તે ભડકી ગયા હતા. એ સમયે રાજીવ શુક્લા ટીમના મેનેજર હતા. ગાંગુલીએ શુક્લાને કહ્યું કે, જૉને માફી માંગવાની રહેશે.
આ શખ્સે સહેવાગને મારી હતી થપ્પડ:
BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ વર્ષ 2013ના એક કાર્યક્રમ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. વર્ષ 2002માં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વન ડે સીરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના તત્કાલિન કોચ જોન રાઈટ સહેવાગની બેટિંગને લઈને ખૂબ જ નારાજ હતા. સહેવાગ સતત નિષ્ફળ જઈ રહ્યા હતા. તે કેટલાક બૉલમાં જ આઉટ થઈ જતા હતા. એક દિવસ જૉન રાઈટને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે સહેવાગને થપ્પડ મારી દીધી.
ભડકી ગયા હતા ગાંગુલી:
જ્યારે ગાંગુલીને ખબર પડી કે સહેવાગને રાઈટે થપ્પડ મારી છે તો, તે ભડકી ગયા હતા. એ સમયે રાજીવ શુક્લા ટીમના મેનેજર હતા. ગાંગુલીએ શુક્લાને કહ્યું કે, જૉને માફી માંગવાની રહેશે. શુક્લાએ ગાંગુલીને કહ્યું કે આ મુદ્દા પર તેઓ જૉન રાઈટ સાથે વાત કરશે. જૉન રાઈટ ડ્રેસિંગ રૂમની બહાર સિગરેટ પી રહ્યા હતા. એ સમયે શુક્લાએ સહેવાગને થપ્પડ મારવાની વાત ઉઠાવી.
ડ્રેસિંગ રૂમમાં થઈ બબાલ:
જૉને કહ્યું કે તેમણે શિક્ષક તરીકે સહેવાગ પર ગુસ્સો ઉતાર્યો છે. જૉને પોતાની સફાઈમાં કહ્યું કે, "મે ખાલી ધક્કો માર્યો છે. થપ્પડ નથી મારી. તે વારેવારે એક જ ભૂલ કરી રહ્યો હતો. મારાથી તેની ભૂલ સહન નહોતી થઈ રહી." પરંતુ ગાંગુલી જીદ પર અડી ગયા કે જૉન રાઈટે હર હાલમાં માફી માંગવાની રહેશે. બીજી તરફ સચિન તેંડુલકરનો મત કાંઈક અલગ હતો.
સચિને સંભાળી વાત:
રાજીવ શુક્લાએ કહ્યું કે સચિન મને ખુણામાં લઈ ગયા અને કહ્યું કે, ચાહે જે પણ થઈ જાય જૉન રાઈટ પાસે માફી ન મંગાવવી જોઈએ. તેમણે કહ્યું કે, હું સચિનની સલાહ સમજી ગયો કે કોચ જ માફી માંગશે તો આગળ શું થશે. જે બાદ રાજીવ શુક્લાએ સહેવાગને સમજાવ્યો અને સહેવાગ સમજી ગયા. તેમણે કહ્યું કે જૉને માફી માંગવાની કોઈ જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે