એડિલેડ ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, 71 વર્ષમાં પહેલીવાર કર્યું 'આ' પરાક્રમ

ભારતે 4 મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે હરાવીને ઈતિહાસ રચ્યો છે.

એડિલેડ ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, 71 વર્ષમાં પહેલીવાર કર્યું 'આ' પરાક્રમ

નવી દિલ્હી: ભારતે 4 મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે હરાવીને ઈતિહાસ રચ્યો છે. વાત જાણે એમ છે કે બંને દેશો વચ્ચે પહેલી ટેસ્ટ સીરિઝ 1947-48માં રમાઈ હતી. આ સીરિઝમાં ઓસ્ટ્રિલયાના કેપ્ટન સર ડોન બ્રેડમેન અને ભારતના કેપ્ટન લાલા અમરનાથ હતાં. આ સીરિઝ ઓસ્ટ્રેલિયાએ 4-0થી જીતી હતી. ત્યારબાદથી બંને દેશો વચ્ચે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ભારત ક્યારેય પહેલી ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. પહેલીવાર એવું બન્યું કે ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં પહેલી જ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરાવ્યો. 

ભારતે એડિલેડ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને આજે પાંચમા દિવસે 31 રને હાર આપી. ભારતે ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 323 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ ભારતીય બોલરોએ હાહાકાર મચાવતા ઓસીનો બીજો દાવ 291 રન પર સમેટાઈ ગયો. આમ ભારતે મેજબાન ટીમને 31 રને સજ્જડ હારનો સામનો કરાવ્યો. ભારતની આ જીતમાં ચેતેશ્વર પૂજારા, અને અજિંક્ય રહાણેની બેટિંગની સાથે સાથે અશ્વિન, સમી અને ઈશાંત શર્માની તથા બુમરાહની બોલિંગે પણ મહત્વની ભૂમિકા ભજવી. આ ટેસ્ટ મેચમાં મળેલી જીતની સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટ મેચોની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

વિરાટ  કોહલી આ  જીત સાથે પહેલા એશિયન કેપ્ટન બન્યા છે જેણે એક કેલેન્ડર યરમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ જીતવાનું કારનામું કર્યું હોય. વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી આ ટીમ ઈન્ડિયા પહેલી મહેમાન ટીમ છે જેણે એક કેલેન્ડર યરમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીતી છે. 

આ સાથે જ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે 10 લાંબા ઈન્તેજારને પણ ખતમ કર્યો છે. ભારતે અનિલ કુંબલેની કેપ્ટનશીપમાં 2008માં છેલ્લે ઓસ્ટ્રેલિયાના પર્થમાં ટેસ્ટ મેચ જીતી હતી. આ ઉપરાંત એડિલેડના મેદાન ઉપર ભારતને 15 વર્ષ બાદ જીત મળી છે. ભારતે એડિલેડના મેદાન પર પહેલી અને છેલ્લી જીત 2003માં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ મેળવી હતી. 

ભારતે આ મેચમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં રાહુલ દ્રવિડના શાનદાર પરફોર્મન્સના દમ પર ભારતે જીત મેળવી હતી. તેમણે ટેસ્ટ મેચના પહેલા દાવમાં બેવડી સદી ફટકારી હતી અને 233 રન કર્યા હતાં. બીજા દાવમાં પણ 72 રન કર્યા હતાં. જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી લેત તો તેની પાસે પણ ઈતિહાસ રચવાનો મોકો હતો. 

આ અગાઉ તેણે 1902માં એડિલેડમાં ચોથા દાવમાં રેકોર્ડ લક્ષ્ય છ વિકેટ પર 315 રનનો હાંસલ કર્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા ઈતિહાસ રચવાથી ચૂકી ગયું. ઓસ્ટ્રેલિયામાં બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ સીરિઝ રમાઈ  ગઈ છે. જેમાંથી 9 ઓસ્ટ્રેલિયા જીત્યું છે અને 2 ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતે અત્યાર સુધીમાં 45 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 28 કાંગારુઓએ જીતી છે જ્યારે ભારતે માત્ર 6 મેચમાં જીત મેળવી છે. 11 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news