Virat kohli: વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં જણાવી દિલની વાત, પોતાના કરિયરની ગણાવી ખાસ ક્ષણ

Virat kohli Latest Post: ટી20 વર્લ્ડકપ 2022માં ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ પોતાના દમ પર ટીમને જીત અપાવી હતી. બન્ને ટીમોની વચ્ચે આ મેચ 23 ઓક્ટોબર 2022 એ રમાઈ હતી.

Virat kohli: વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં જણાવી દિલની વાત, પોતાના કરિયરની ગણાવી ખાસ ક્ષણ

Virat kohli Latest Instagram Post: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટી20 વર્લ્ડકપ 2022 બાદથી આરામ પર છે. પરંતુ વિરાટ હવે બાંગ્લાદેશ પ્રવાસમાં રમતા જોવા મળશે. આ તમામ વાતો વચ્ચે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ઘણી વાયરલ થઈ રહી છે. તેમણે આ પોસ્ટમાં પોતાના કરિયરની સૌથી બેસ્ટ ઈનિંગની વાત કરી છે, વિરાટે પોસ્ટમાં એક એવી તારીખ પણ જણાવી છે કે જે તેમના દિલમાં હંમેશાં ખાસ રહેશે.

વિરાટે આ દિવસને જણાવ્યો સૌથી ખાસ
ટી20 વર્લ્ડકપ 2022માં ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ પોતાના દમ પર ટીમને જીત અપાવી હતી. બન્ને ટીમોની વચ્ચે આ મેચ 23 ઓક્ટોબર 2022 એ રમાઈ હતી. કોહલીએ આ તારીખને સૌથી ખાસ જણાવી છે. વિરાટ કોહલીએ હાલમાં તે મેચ બાદ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, 23 ઓક્ટોબર 2022 મારા દિલમાં હંમેશાં ખાસ રહેશે. ક્રિકેટની રમતમાં આવી ઉર્જા પહેલા ક્યારેય મહેસૂસ થઈ નથી. કેટલી સુંદર સાંજ હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

એકલા દમે જીતાડી હતી મેચ
વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ ઐતિહાસિક ઈનિંગ રમી હતી. તેમણે મેલબોર્નના મેદાન પર 82 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેમણે પોતાની શાનદાર અને યાદગાર ઈનિંગમાં 4 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી હતી. આ મેચમાં 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે 4 વિકેટ પર 31 રન થઈ ગયો હતો. પરંતુ વિરાટ કોહલીએ ટીમના ખરાબ સ્થિતિને સંભાળતા ભારતને 4 વિકેટથી જીત અપાવી હતી.

છેલ્લી ઓવરમાં અપાવી હતી યાદગાર જીત
ભારતને છેલ્લી ઓવરમાં જીત માટે 16 રનની જરૂરત હતી. આ ઓવરની પહેલા બોલ પર હાર્દિક પાંડ્યા આઉટ થયા. બીજા બોલ પર દિનેશ કાર્તિકે સિંગલ લીધો. વિરાટે ફરી ત્રીજા બોલમાં દોડીને 2 રન પુરા કર્યા. ચોથો બોલ નો બોલ રહ્યો જેના પર વિરાટે લાંબી સિક્સર ફટકારી હતી. આગામી બોલ વાઈડ અને ફરી ચોથા બોલ પર બાયથી 3 રન લીધા. એવામાં છેલ્લા 2 બોલમાં 2 રનની જરૂર હતી. કાર્તિક 5મા બોલે સ્ટંપ આઉટ થયો. આગામી બોલ વાઈડ રહી અને છેલ્લા બોલ પર અશ્વિનને સિંગલ લઈને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news