વિરાટ કોહલી બન્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન બનાવનાર ખેલાડી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. આ સાથે તેણે સચિન તેંડુલકર અને બ્રાયન લારાનો રેકોર્ડ તોડી દીધો છે. 

વિરાટ કોહલી બન્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન બનાવનાર ખેલાડી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન પૂરા કરી લીધા છે. વિરાટ કોહલીએ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા સૌથી ઝડપી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે હતો. કોહલીએ આ મેચમાં 37 રન બનાવતા જ 417 ઈનિગંમાં (131 ટેસ્ટ, 224 વનડે અને 62 ટી20)માં 20 હજાર રનનો આંકડો પાર કર્યો છે. 

— BCCI (@BCCI) June 27, 2019

આ મુકામ પર પહોંચનારો તે 12મો બેટ્સમેન અને ત્રીજો ભારતીય બની ગયો છે.  કોહલીથી વધુ રન સચિન (34357) અને રાહુલ દ્રવિડ  (24208)એ બનાવ્યા છે. 

આંતરરાષ્ટ્રીય રનઃ કોહલી સૌથી ઝડપી
15,000 આંતરરાષ્ટ્રીય રન (333 ઈનિંગ)
16,000 આંતરરાષ્ટ્રીય રન (350 ઈનિંગ)
17,000 આંતરરાષ્ટ્રીય રન (363 ઈનિંગ)
18,000 આંતરરાષ્ટ્રીય રન (382 ઈનિંગ)
19,000 આંતરરાષ્ટ્રીય રન (399 ઈનિંગ)
20,000 આંતરરાષ્ટ્રીય રન (417 ઈનિંગ)

વિરાટનું આંતરરાષ્ટ્રીય કરિયર
- વનડે આંતરરાષ્ટ્રીયઃ 224 ઈનિંગસ 11124*, રન, 41 સદી
- ટેસ્ટઃ 131 ઈનિંગ, 6613 રન, 25 સદી
- ટી20 આંતરરાષ્ટ્રીયઃ 62 ઈનિંગ, 2263 રન

તેંડુલકર અને લારા બંન્ને 453 ઈનિંગમાં આ મુકામ પર પહોંચ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 468 ઈનિંગમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રનના આંકડાને પાર કર્યો હતો. કોહલી આ દિવસોમાં શાનાદર ફોર્મમાં છે. પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં તેણે 77 રનની ઈનિંગ દરમિયાન સૌથી ઝડપી 11 હજાર વનડે રન બનાવવાનો કીર્તિમાન પોતાના નામે કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news