Aus vs Ind- વિરાટ કોહલીની ગેરહાજરી યુવાઓ માટે તકઃ રવિ શાસ્ત્રી


India Tour of Australia: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કહેવુ છે કે વિરાટ કોહલીની ગેરહાજરી યુવાઓને ખુદને સાબિત કરવાની તક આપશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે. 

Aus vs Ind- વિરાટ કોહલીની ગેરહાજરી યુવાઓ માટે તકઃ રવિ શાસ્ત્રી

સિડનીઃ કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ બાદ ભારત પરત ફરશે અને બાકીની ત્રણેય મેચ રમશે નહીં. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, કોહલીની ગેરહાજરી યુવા ખેલાડીઓને પોતાને સાબિત કરવાની તક આપશે. 

કોહલી વનડે અને ટી20 સિરીઝમાં રમશે અને 17 ડિસેમ્બરથી શરૂ થતી પ્રથમ ટેસ્ટમાં પણ રમશે. ત્યારબાદ તે પોતાના પ્રથમ બાળકના જન્મ માટે ભારત પરત ફરશે. 

શાસ્ત્રીએ એબીસી સ્પોર્ટને કહ્યુ, 'મને લાગે છે કે તેણે યોગ્ય નિર્ણય લીધો છે. આ ક્ષણ વારંવાર નથી આવતી. તેની પાસે તક છે, તે પરત જઈ રહ્યો છે. મને લાગે છે કે તે તેનાથી ખુશ છે.'

IPL 2020 ના આયોજનથી BCCI ને આટલા કરોડનો ફાયદો, દર્શકોની સંખ્યામાં વધારો

તેમણે કહ્યું, જો તમે જોશો કે ભારતે છેલ્લા પાંચ-છ વર્ષમાં શું કર્યું છે તો તેમાં કોઈને શંકા રહેશે નહીં કે તેના માટે તે એક મોટુ કારણ છે. તેની ખોટ પડશે, પરંતુ તે તક લઈને આવે છે. ટીમમાં ઘણા સારા યુવા ખેલાડી છે અને તેના માટે તક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news