Video Viral: પંડ્યા પર પિત્તો ગયેલો હતો અને આ પ્લેયરે પીચ પર જઈ વિરાટને ધક્કો માર્યો, પછી કોહલી કંટ્રોલમાં રહે?

WATCH VIDEO: ચાલુ મેચમાં જાણી જોઈને ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ પીચ પર જઈને વિરાટ કોહલીને ધક્કો માર્યો. પછી તમને શું લાગે છે આપણો કોહલી કંટ્રોલમાં રહેતો હશે. જે પછી બબાલ થઈ એ આખા ગામે જોઈ. ખુબ જ વાયરલ થઈ રહ્યો છે વીડિયો. આ પહેલાં પંડ્યા જોડે ચાલુ મેચમાં મેદાન પર બાખડ્યો હતો કોહલી...

Video Viral: પંડ્યા પર પિત્તો ગયેલો હતો અને આ પ્લેયરે પીચ પર જઈ વિરાટને ધક્કો માર્યો, પછી કોહલી કંટ્રોલમાં રહે?

Marcus Stoinis bumps into Virat Kohli Video Viral: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરિઝમાં આ વખતે કોઈકને કોઈક કારણોસર વિરોટ કોહલીનું નામ સૌથી વધારે ચર્ચામાં રહ્યું છે. પહેલાં મેદાન પર હાર્દિક પંડ્યાએ કોહલી જોડે ખરાબ વર્તન કર્યું. કેપ્ટન બન્યા બાદ ચાલુ મેચમાં પંડ્યા કોહલી જોડે બાખડ્યો અને આ બબાલનો વીડિયો વાયરલ થયો હતો. જેને કારણે વિરાટનો પંડ્યા પર તો પિત્તો ગયેલો જ હતો ત્યાં તો નવી બબાલ ઉભી થઈ. ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ પીચ પર જઈને જાણી જોઈને કોઈ કારણ વગર સામે ચાલીને વિરાટને ધક્કો માર્યો. હવે મગજ તપેલું હોય અને કોઈ સામે ચાલીને આવી સડી કરે તો આપણો કોહલી પછી કંટ્રોલમાં રહે...? પછી જે બબાલ થઈ એ આખા ગામે જોઈ. વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે વીડિયો....

આ મેચમાં વિરાટે 72 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા અને 54 રન બનાવ્યા હતા. તે જ સમયે, સ્ટોઇનિસે 9.1 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમને બુધવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક વનડેમાં 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતે શ્રેણી પણ 1-2થી ગુમાવી દીધી છે. આ મેચમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ સૌથી વધુ 54 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. જો કે કોહલી તેની ઇનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ સાથે અથડાયો હતો.

ભારતીય ઇનિંગ્સની 21મી ઓવરમાં બબાલ થઈ હતી-
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ODI દરમિયાન 21મી ઓવર દરમિયાન ભારતીય ટીમનો સ્કોર 2 વિકેટે 111 રન હતો અને તે જ ઓવરના ત્રીજા બોલ પર નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલો વિરાટ સ્ટોઈનિસની સામે પરત ફર્યો હતો. ક્રિકેટમાં દડાને નાખવાની ક્રિયા. આ દરમિયાન બંને એકબીજા સાથે ટકરાયા હતા. જો કે બંને ખેલાડીઓએ મોઢેથી કંઈ કહ્યું ન હતું, પરંતુ બંનેની બોડી લેંગ્વેજએ આખી વાત કહી હતી. જો કે બંને ખેલાડીઓ ફરી હસતા જોવા મળ્યા હતા.

 

 

વિરાટે મેચની સૌથી વધુ ઈનિંગ્સ રમી હતી-
આ મેચમાં વિરાટે 72 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા. તે જ સમયે, સ્ટોઇનિસે 9.1 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી.ચાર વર્ષ બાદ ઘરઆંગણે વનડેમાં ભારતની આ પ્રથમ શ્રેણીની હાર છે. ODI શ્રેણી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ વનડે રેન્કિંગમાં ફરી નંબર-1 ટીમ બની ગઈ છે.

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 49.1 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે, મુલાકાતી ટીમે ત્રીજી વનડે જીતીને શ્રેણી 2-1થી કબજે કરી હતી. ભારત 4 વર્ષ બાદ ઘરઆંગણે દ્વિપક્ષીય શ્રેણી હારી ગયું છે. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયા છેલ્લી 27 શ્રેણીમાં ભારતને ઘરઆંગણે હરાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

પંડ્યાએ વિરાટ સાથે કર્યું ખરાબ વર્તન!
ઉલ્લેખનીય છેકે, હાલમાં જ હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પંડ્યા લાઈવ મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે ગેરવર્તન કરતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન 21મી ઓવર કરી રહ્યો હતો. આ દરમિયાન તે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સાથે ઉભા રહીને મેદાન ગોઠવી રહ્યો હતો. ફિલ્ડ સેટ કરતી વખતે વિરાટે પંડ્યાને સૂચન કર્યું, પરંતુ પંડ્યાએ વિરાટની વાતને નજરઅંદાજ કરી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પંડ્યાની આ હરકત જોઈને વિરાટ પણ ઘણો ગુસ્સે થયો અને કંઈક કહીને ત્યાંથી ચાલ્યો ગયો. આ ઘટનાનો વીડિયો હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતેઆ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
આ પણ ખાસ વાંચોઃ  શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી સાચ્ચે કોઈ ફાયદો થાય છે? શું કહે છે ડોક્ટર?
આ પણ ખાસ વાંચોઃ  વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news